આરોપી રાહુલસિંઘ દેવેન્દ્રસિંઘ તોમર
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે અને મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર જે.એચ.સિંધવની ટીમ દ્વારા સતત વધતા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા કાર્યરત હતા તે દરમ્યાન પો.સ.ઇ. બી.યુ.મુરીમા તથા એ.એસ.આઈ. જયેશકુમાર ધર્મરાજ, સ્ટાફ સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં વાહનચોરીના ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.કો. વિષ્ણુપ્રસાદ ગોપાલપ્રસાદને મળેલ બાતમી આધારે મેઘાણીનગર હનુમાનનગર AMTS બસ સ્ટેન્ડ આગળથી રાહુલસિંઘ દેવેન્દ્રસિંઘ તોમર ઉવ.૧૮ રહે, ગલી નં-૩, લક્ષ્મીનગર, મેઘાણીનગર છેલ્લુ બસ સ્ટેન્ડ, મેઘાણીનગર અમદાવાદ શહેર. મૂળ વતન ગામ- લલા કા પુરા પોસ્ટ. પોરસા તા. મુરૈના જિ. ભીંડ મધ્યપ્રદેશને તેના કબ્જાની હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર મો.સા. નંબર GJ-09-R-1621 કિ.રૂ. ૧૫,૦૦૦/- ની કબ્જે કરી આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપીની પૂછપરછ દરમ્યાન પોતે આજથી આશરે દોઢેક માસ પહેલાં નરોડા બેઠક ફરવા ગયેલ અને ત્યાં રાતના આશરે દશેક વાગ્યાના સુમારે ભાગોદય સોસાયટીમાં ગયેલ જ્યાંથી આ મો.સા.નું લોક તોડી સોકેટ ખોલી ચોરી કરી લઈ ગયેલ અને મેમકો બ્રીજે નીચે મૂકી રાખતો હતો. ત્યારથી પોતે આ ચોરી કરેલ મો.સા. પોતાના ઉપયોગમાં વાપરતો હોવાનુ જણાવ્યું હતું.
શોધાયેલ ગુન્હાની વિગત
સરદારનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૦૨૩૨૭૮૫/૨૦૨૩ ઈ.પી.કો. કલમ-૩૭૯