દેશમાં આ મંદિરમાં મળે છે સોના ચાંદીનો પ્રસાદ

Spread the love

ભારતમાં એવા ઘણા મંદિરો છે જે તેમની અનોખી પરંપરાને કારણે ખૂબ પ્રખ્યાત છે. મધ્યપ્રદેશના રતલામના માણકમાં એક એવું જ અનોખું મંદિર છે. આ એવું મંદિર છે કે જ્યાં ભક્તોને પ્રસાદમાં કોઈ મીઠાઇ કે ખાવાપીવાની વસ્તુ હોતી નથી પરંતુ આ અનોખા મંદિરમાં આભૂષણો આપવામાં આવે છે.

અહીં જે પણ ભક્ત આવે છે તે સોના-ચાંદીના સિક્કા લઈને જ તેના ઘરે જાય છે. રતલામનું આ મંદિર મા મહાલક્ષ્મીનું છે જેમાં વર્ષોથી ભક્તોની ભીડ રહે છે. આ મંદિરમાં ભક્તો કરોડો રૂપિયાના ઝવેરાત પણ અર્પણ કરે છે. સાથો સાથ રોકડ પણ ચડાવવામાં આવે છે.

દિવાળી નિમિત્તે ધનતેરસથી પાંચ દિવસ દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. દીપાલીના આ અવસર પર મંદિરને ફૂલોથી નહીં પરંતુ આભૂષણ અને રૂપિયાથી શણગારવામાં આવે છે. દિવાળી નિમિત્તે આ મંદિરમાં ધન કુબેરનો દરબાર યોજે છે. આ સમય દરમિયાન શ્રદ્ધાળુઓને અલંકારો અને રૂપિયા પ્રસાદ તરીકે આપવામાં આવે છે.

દીપાવલીના અવસરે આ મંદિરના દરવાજા 24 કલાક ખુલ્લા રહે છે. આ મંદિર વિશે કહેવામાં આવે છે કે ધનતેરસના પ્રસંગે મહિલાઓને કુબેરની પોટલી અપાય છે. અહીં આવનારા કોઈપણ ભક્તને ખાલી હાથે પરત કરવામાં આવતા નથી. પ્રસાદ તરીકે ચોક્કસ તેમના હાથમાં કંઈકને કઈક આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com