કાલે સવારે ૧૦:૩૦ કલાકે વટવા સબ ઝોનલ ઓફીસ અને બપોરે ૪.૩૦ કલાકે શહીદવીર મંગલપાંડે જીમનેશિયમ પાસેનો પ્લોટ, નારોલ અર્બન હેલ્થ સેન્ટર પાસે કાર્યક્રમનું આયોજન
અમદાવાદ
ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓનો પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ તમામ પ્રજાલક્ષી યોજનાઓનો વ્યાપ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવાના હેતુથી ૨૮ નવેમ્બર, ૨૦૨૩થી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પણ દરેક વોર્ડમાં દિવસના ૨ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યા છે. જેમાં સરકારની ૧૭ જેટલી યોજનાઓ અંગે પ્રચાર પ્રસાર તથા લાભાર્થીઓને લાભ આપવાની કામગીરી કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં “વિકસિત ભારતસંકલ્પ યાત્રા “અંતર્ગત આજ તા.૨૯.૧૨.૨૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે નવરંગપુરા વોર્ડ ઓફીસ, એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડ પાસે, નવરંગપુરા અને બપોરે ૩.૦૦ કલાકે મ્યુનિસિપલ શાળા નં.૭,૮ પાસે, સમર્પણ ટાવર પાસે, નવરંગપુરા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. સદર “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમમાં માન. સંસદસભ્ય કિરીટભાઈ સોલંકી, માન. ધારાસભ્ય અમીતભાઈ પી શાહ, આવાસ સુધારણા અને EWS આવાસ યોજના સમિતી ડે.ચેરમેન હેમંતભાઈ પરમાર, મ્યુનિ. કાઉન્સીલરશ્રીઓ સહિત માન. ડે. મ્યુનિ. કમિશનરશ્રી (પશ્ચિમઝોન) તેમજ વિવિધ અ.મ્યુ.કો.ના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
ભારત સંકલ્પ યાત્રાના સવારના કાર્યક્રમના આગમન સમયે રથનું સંસદસભ્ય કિરીટભાઈ સોલંકી દ્વારા સ્વાગત કરવામાં આવેલ. સદર કાર્યક્રમમાં લગભગ ૪૧૪૬ જેટલા નગરજનોએ ભાગ લીધેલ, અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ દ્વારા તેમને મેળવેલ યોજનાઓના લાભ વિષે તેમના અનુભવો “મેરી કહાની મેરી જુબાની” દ્વારા જણાવેલ હતી. સદર સ્થળે આરોગ્ય મેળાનું આયોજન કરીને કુલ ૨૬૭૦ જેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ, જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત હવે પછી આગામી કાર્યકમ તા.૩૦.૧૨.૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે વટવા સબ ઝોનલ ઓફીસ, વટવા અને બપોરે ૪.૩૦ કલાકે શહીદવીર મંગલપાંડે જીમનેશિયમ પાસેનો પ્લોટ, નારોલ અર્બન હેલ્થ સેન્ટર પાસે, નારોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.