30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો, 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા જોવા મળશે

Spread the love

અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શોનો પ્રારંભ થશે. જેમાં પ્રથમ વખત 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા જોવા મળશે. 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે.સોમથી શુક્ર 50 રૂપિયા ટીકીટ જ્યારે શનિ રવિ 75 રૂપિયા રહેશે.

30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન છે. તેમાં સવારે 9 થી રાત્રે 10 સુધી પ્રવેશ આપવામાં આવશે. મોઢેરા સૂર્ય મંદિર, સંસદ ભવન, ચંદ્રયાનની થીમ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. શનિવારથી રિવરફ્રન્ટના ફ્લાવર ગાર્ડનમાં ફ્લાવર શૉનો પ્રારંભ થશે. જેમાં 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે. ફ્લાવર શૉમાં પ્રથમ વખત 15 લાખથી વધારે ફૂલ-છોડના રોપા જોવા મળશે.

અમદાવાદ રિવરફ્રન્ટ પાસે દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફલાવર શોમાં પ્રથમ વખત ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવશે. આ ઉપરાંત ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચંદ્રયાન, વડનગરના કીર્તિ તોરણ સહિત 33 સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે. GSLV MK 3 રોકેટનું પણ સ્કલ્પચર તૈયાર કરાશે. 5.45 કરોડના ખર્ચે ફ્લાવર શો યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com