આહીર યુવા ફોરમ ગાંધીનગર દ્વારા ર૩ મો વાર્ષિક સન્માન તથા સત્કાર સમારંભ રવિવારે યોજાશે

Spread the love

ગાંધીનગર

પ્રમુખ-મંત્રી કે કોઇપણ હોદ્દેદારો વગરની રપ વર્ષથી કાર્યરત સંસ્થા, આહીર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા ગાંધીનગર આહીર સમાજનો ર૩મો તેજસ્વી તારલાઓનો સન્માન તથા સત્કાર સમારોહ તા.૩૧/૧૨/૨૦૨૩, રવિવારના રોજ બપોરે ૩.૦૦ કલાકે, રંગમંચ, સેકટર-૨૨, ગાંધીનગર ખાતે યોજાનાર છે.  આ સમારોહમાં ધોરણ ૧ થી ૧ર તથા કોલેજ/યુનિવર્સિટી લેવલે વિવિધ ડીગ્રી ડીપ્લોમા પ્રાપ્ત કરેલા ગાંધીનગરમાં વસતાં આહીર સમાજના તેજસ્વી તારલાઓનું શિલ્ડ-પારિતોષિક આપીને સમાજના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત ગાંધીનગર ખાતેની વિવિધ સરકારી કચેરી-વિભાગોમાં નવી નિમણૂંક તથા પ્રમોશન થયા હોય તેવા ૫૧ જેટલા વર્ગ ૧ થી ૩ ના અધિકારીઓને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવશે. વયનિવૃત્ત થયેલા પાંચ અધિકારીઓનો સન્માનિત કરવામાં આવશે. સમારોહ પૂર્ણ થયા બાદ સાંજે ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવેલ છે. ગાંધીનગરમાં વસતાં આહીર સમાજના સર્વે પરિવારોને સમારોહમાં પધારવા સંસ્થાએ અપીલ કરી છે. સમારોહને સફળ બનાવવા માટે ર૦૨૩ ની ટીમ તરીકે નારણભાઇ ભોચિયા, અશ્વિનભાઇ જાટીયા, ડો.રાજેશભાઇ બલદાણિયા, પરબતભાઇ કરમૂર, લાલજીભાઇ બાંભણિયા તથા ભાયાભાઈ ભારવાડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com