મનરેગા કૌભાંડ મામલે આજે વિધાનસભામાં જીગ્નેશ મેવાણી એ ગુજરાત સરકાર પર આક્ષેપ લગાવ્યા હતા અને ચેલેન્જ આપી હતી કે મારી પાસે મનરેગા કૌભાંડ ના પુરાવા છે જો મને મોકો મળે તો હું તે સાબિત કરી શકું તેમ છું. મનરેગામાં રાજ્યવ્યાપી 250 કરોડથી વધુનું કૌંભાડ-મેવાણી. મને ગૃહ ની અંદર 10 મિનિટ આપો-મેવાણી. મનરેગા કૌભાંડ મુદ્દે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ મોટા આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે મનરેગામાં રાજ્યવ્યાપી 250 કરોડથી વધુનું કૌંભાડ છે. મને ગૃહની અંદર 10 મિનિટ આપે તો હું કૌભાંડના પુરાવા આપવા માટે તૈયાર છુ. મૃતક જેલના કેદીઓ,બાળકો ના નામે પૈસા જમા કરાવવામાં આવ્યા છે. નિલપ્ત રાય અને સુધા પાંડેના અધ્યક્ષ સ્થાને તપાસ થાય તો કૌભાંડનો મનરેગા માત્ર યોજના નથી પણ એક કાયદો ભાંડો ફૂટી શકે છે. મેવાણીએ વિપક્ષ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે, કોંગ્રેસે પણ મનરેગા મામલે સ્ટેન્ડ લેવું જોઈએ. કારણ કે, મનરેગા માત્ર યોજના નથી પણ એક કાયદો છે જેને યુપીએ સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યો છે.