ગુજરાતમાં 21 સપ્ટેમ્બરે કપાસનું સૌથી વધુ ભાવ નર્મદા માર્કેટયાર્ડમાં બોલાયો હતો. તો મગફળીનો સૌથી વધુ ભાવ જૂનાગઢના માંગરોળ માર્કેટયાર્ડમાં બોલાયો. ચોખાનો વધુ ભાવ ખેડા માતર માં, ઘઉં નો સૌથી વધુ ભાવ દાહોદ માર્કેટયાર્ડમાં બોલાયો હતો. રાજુલામાં બાજરીનો તો પાટણના સિદ્ધપુરમાં જુવારનું સૌથી વધુ ભાવ બોલાયો હતો. નર્મદા માં કપાસના ભાવ 3800થી 5150, માંગરોળ એપીએમસીમાં મગફળીનો ભાવ 5250થી 5375, ચોખાનો ભાવ ખેડાના માતરમાં 1810થી 1850, ઘઉં નો સૌથી વધુ ભાવ દાહોદમાં 1700 થી 1925, અમરેલીના રાજુલામાં બાજરીનો ભાવ 1000થી 1610 અને પાટણના સિધ્ધપુરમાં જુવારનો ભાવ 3000થી3955 બોલાયો હતો.