ચૂંટણી પંચે રાજકીય પક્ષોના તમામ સવલોના જવાબ આપવા વારંવાર પુછતા પ્રશ્નોમાં સંશોધન કર્યુ છે. જુલાઇમાં વિપક્ષોએ ઇવીએમના ઉપયોગ અંગે ચિંતા વ્યકત કરી પંચને પત્ર લખ્યો હતો. જેમાં ઉઠાવેલ પ્રશ્નોની શંકા દૂર કરવા ચૂંટણી પંચે પોતાના FAQ પેજને સંશોધીત કર્યુ છે.
જેમાં જણાવાયું છે કે ભારતીય ઇવીએમ જર્મનીમાં પ્રતિબંધીત ઇવીએમથી કઇ રીતે અલગ છે ઉપરાંત વીવીએટમાં પ્રોગ્રામેબલ મેમરી અને સોફટવેર શેર કરવા અંગેની શંકાના પણ જવાબ આપવામાં આવ્યા છે.