ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે દબાણ હટાવો ઝુંબેશ, વર્ષોથી ચોર પોલીસ ની રમત હોય તેમ ચાલે છે, ત્યારે શહેરમાં ગાયો અને ઢોરોને પકડવા જે ઝુંબેશ ચલાવી છે, તેમાં મોટી સંખ્યામાં ઢોરો પકડી લીધા છે, ત્યારે શહેરમાં જાેખમી હોય તો તે નીલ ગાયો બેફામ ફરી રહી છે, અને જાેખમી પણ એટલી જ છે, ત્યારે તંત્રની પકડતા ફાટે છે કે શું?
વાઇબ્રન્ટમાં મોટા મહાનુભાવો, દેશ-વિદેશથી મહેમાનો આવવાના છે, ત્યારે શહેરમાં રોડ રસ્તા ચકચકીત અને રસ્તા પર ગાયો અને ઢોરો હોય તો હટાવવાની ઝુંબેશ આદરી છે, ત્યારે નીલગાયો બાકાત કેમ? આ યથાર્થ પ્રશ્ન છે, ગાયો અને ઢોરો કરતા સૌથી મોટી જાેખમી હોવા છતાં એક પણ નીલગાયને તંત્ર પકડી શક્યું નથી, ત્યારે શહેરમાં બેફામ માંઢેલા સાંઢની જેમ મુખ્ય રોડ રસ્તાઓથી લઈને સેક્ટરોમાં ફરી રહી છે, હમણાં મહાત્મા મંદિર પાસે જે વાઇબ્રન્ટ યોજવાનું છે, ત્યાં પણ દેખાઈ રહી છે, ત્યારે મુખ્યમંત્રીના કાફલા થી લઈને અનેક લોકોને નુકસાન પહોંચાડનાર આ નીલ ગાયનું કંઈક કરો? અને બાકાત કેમ? કે પછી પકડવા માટે સ્ટાફ નથી? આવા અનેક પ્રશ્નો હવે લોકોમાં ઉદભવી રહ્યા છે,
—-
શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ફરતી આ નીલગાયોમાંથી એક પણ નીલગાય તંત્રએ પકડી નથી, વાઇબ્રન્ટ માટે આ નીલગાય ખૂબ જ જાેખમી છે, રોડ-રસ્તા અને મુખ્ય માર્ગ ઉપર મુખ્યમંત્રીના કાફલા સાથે પણ અથડાઇ છે, ત્યારે વાઇબ્રન્ટમાં દેશ-વિદેશથી લોકો રોકાણકારો આવી રહ્યા છે, ત્યારે સેફટી માટે તંત્ર ફક્ત ઢોરોને હટાવી રહી છે, તેના કરતાં જાેખમી નીલગાયો છે,