જાણીતા પ્રખર જ્યોતિષ એવા ભૂપતસિંહ ગોલ દ્વારા જણાવેલ કે અંતમાં ગુરુ પોતાની વર્ષના અંતમાં ગુરૂ પોતાની સ્થિતિમાં ફેરફાર કરશે. કાલ એટલે કે ૩૧ ડિસેમ્બરે દેવગુરૂ બૃહસ્પતિ ચાલ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. તો શનિ દેવ પોતાની રાશિ કુંભમાં બિરાજમાન રહેશે. બંને ગ્રહોની સ્થિતિ જ્યારે શુભ થાય છે તો વ્યક્તિનું જીવન આનંદમય થઈ જાય છે. ગુરૂ મેષ રાશિમાં માર્ગી થવાના છે. તેથી આવો જાણીએ ૨૦૨૪માં કયાં રાશિના જાતકો માટે શનિ અને ગુરૂની સ્થિતિ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
મિથુન રાશિ
શનિ અને ગુરૂની સ્થિતિ મિથુન રાશિના જાતકો માટે શુભ રહેશે. બિઝનેસ કરી રહેલા લોકોને પ્રોફિટ થશે. આ દરમિયાન સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. અટવાયેલા નાણા પરત મળી શકે છે. સાથે ઘર-પરિવારના સભ્યોનો સાથ મળશે.
મેષ રાશિ
ગુરૂ મેષ રાશિમાં બિરાજમાન રહી ભાગ્ય ભાવ પર દ્રષ્ટિ પાડશે. ગુરૂની શુભ સ્થિતિને કારણે તમને દરેક કામમાં સફળતા મળશે. કોઈ નવા કાર્યની શરૂઆત કરવી શુભ રહેશે. શનિ તમારા ૧૧માં ભાવ પર દ્રષ્ટિ પાડશે અને પોતાની કૃપા વરસાવશે. તેવામાં તમે તંદુરસ્ત રહેશો અને તણાવ દૂર રહેશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે શનિ અને ગુરૂની ચાલમાં શુભ સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. યાત્રા પર જવાની સંભાવના નજર આવી રહી છે. તમે દરેક કામ મહેનત સાથે પૂરુ કરશો. કરિયરમાં થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, જે વધુ દિવસ ટકશે નહીં. આર્થિક સ્થિતિ મજબૂત અને સ્ટેબલ બનેલી રહેશે.
—-
પ્રખર જ્યોતિષ ભુપતસિંહ ગોલ દ્વારા જણાવેલ કે, શનિદેવનો આંક ૮ છે, જે તેનો પ્રિય આંક કહી શકાય, ત્યારે ૨૦૨૪ પણ ૮ આંકમાં આવે છે,ત્યારે દિવ્યાંગથી લઇને શનિદેવના વાહક કાગડાને પૂણ્ય, દાન, ખવડાવવાથી શનિ યોગકારક બનશે, ભગવાન શિવજીની પૂજા કાળ ભૈરવની, શનિદેવની, મહાકાળી ર્માં કૃતિ દેવીની પૂજા કરવાથી પણ યોગકારક થાય છે,