ગુજરાતનાં વડાપ્રધાન જ્યાથી તેમનો જન્મ થયો અને બાળપણમાં વિતાવેલી યાદો અને ચાની કિટલીએ ચા વેચતાહતા તે તમામ સ્મરણો સાથે દેશની જનતા માટે પર્યટક સ્થળ વડનગર ખાતે રેલ્વે સ્ટેશનમાં આવેલી ચાની કિટલીને કાચના કવર થી ઢાકવામાં આવશે. ગુજરાતના વડનગરમાં ચાની દુકાન પર જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળપણમાં ચા વેચતા હતા, તે પર્યટક સ્થળ તરીકે વિકસિત થવાનું શરૂ થયું છે. કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃત પ્રધાન પ્રહલાદ પટેલે દુકાનને તેના મૂળ સ્વરૂપને જાળવવા કાચના કવરથી ઢાંકવાના આદેશ આપ્યા છે.
આપને જણાવી દઇએ કે, પર્યટન કેન્દ્ર બનાવવાનો નિર્ણય 2017માં લેવામાં આવ્યો હતો. વડનગર રેલવે સ્ટેશનના એક પ્લેટફોર્મ પર ચાની આ દુકાન આવેલી છે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્થિત મોદીના જન્મ સ્થાન વડનગરને દુનિયાના નકશા પર લાવવાની વ્યાપક પરિયોજના હેઠળ આ દુનિયાના પર્યટન કેન્દ્રમાં તબદીલ કરવાની યોજના છે.
રેલીમાં પ્રધાનમંત્રી મોદીએ કર્યો હતો ઉલ્લેખ
આ પહેલા 2017 માં સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય અને ભારતીય સર્વેક્ષણના અધિકારીઓએ રવિવારના રોજ આ શહેરની મુલાકાત લીધી હતી. 2014માં લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદીએ રેલીમાં પોતાના બાળપણના દિવસોમાં વડનગર રેલવે સ્ટેશન પર પોતાના પિતા સાથે ચા વહેંચતા હતા તેનો ઉલ્લેખ કર્યો હતો. અમદાવાદ મંડળ અને મંડળીય રેલ પ્રબંધક (DRM) દિનેશ કુમારે પહેલા કહ્યું હતું કે, વડનગર અને મહેસાણા જિલ્લામાં વિકાસની સંપુર્ણ પરિયોજના 100 કરોડ રૂપિયાથી વધારેની હશે.