જાપાનના હનેડા એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે એક્સિડન્ટની મોટી ઘટના સામે આવી છે. હનેડા એરપોર્ટ પર ઊભેલા પેસેન્જર વિમાનને કોસ્ટ ગાર્ડના વિમાને પાછળથી ટક્કર મારી હતી જેને કારણે પેસેન્જર વિમાનમાં આગ લાગી હતી, ટક્કરથી આગ લાગી ત્યારે વિમાનમાં 367 પેસેન્જરો હતા.
JAL plane on fire at Tokyo Airport
pic.twitter.com/EL9s7kVJbi— アトリン ✊🏾 (@phoojux) January 2, 2024
જોકે તાબડતોબ જાપાની એરલાઈન્સમાંથી પ્રવાસીઓને બચાવી લેવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું હતું અને થોડી વારમાં બધાને બચાવી લેવામાં આવ્યાં હતા અને આગને બૂઝાવી દેવામાં આવી હતી પરંતુ આ દરમિયાન 300 પેસેન્જરોના જીવ પડીકે બંધાઈ ગયાં હતા. જો જરા જેટલી વાર લાગી હોત તો 367 પ્રવાસીઓ ભડથું થઈ ગયાં હોત.
કોસ્ટ ગાર્ડ અને જાપાની એરલાઈન્સના વિમાન વચ્ચે હનેડા એરપોર્ટ પર આ ટક્કર થઈ હતી જે પછી જાપાની એરલાઈન્સના વિમાનમાં આગ લાગી હતી. પરંતુ સમયસર આગને બૂઝાવી દેવામાં આવતાં મોટી જાનહાની ટળી હતી.
જાપાની એરલાઈન્સમાં આગ લાગ્યાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં વિમાનનો ટક્કર બાદ આગ જોઈ શકાય છે. આ ઘટના બાદ મુસાફરોમાં ભારે ભયની લાગણી ફેલાઈ હતી.