ગુજરાતમાં ફરી એકવાર શિક્ષકોની બદલીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આંતરિક જિલ્લા ફેર બદલી કરવામાં આવનારી છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં 31-5-2024 ના રોજ વય મર્યાદાને ધ્યાનમાં રાખીને નિવૃત્ત થતા શિક્ષકોને ધ્યાનમાં રાખી બદલી કેમ્પ યોજાશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પત્ર લખી જાણ કરવામાં આવી છે. 31 મે 2024 માં નિવૃત્ત થતા શિક્ષકોને ધ્યાનમાં રાખીને માહિતી એકત્ર કરવા આદેશ કરાયો છે. જે અંગે એક નૉટિફિકેશન સામે આવ્યુ છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં બદલીને લઇને વાતો ચાલી રહી છે, હવે આ મામલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આંતરિક જિલ્લાફેર બદલી કરવામાં આવનારી છે. આગામી 31 મે એટલે કે, 31- 5- 2024 ના રોજ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં વય મર્યાદાને ધ્યાનમાં રાખીને નિવૃત્ત થતાં શિક્ષકોને ધ્યાનમાં રાખી બદલી કેમ્પ યોજાશે. જેમાં મનગમતા જીલ્લામાં બદલી માટે શિક્ષકોને પસંદગી આપવાની વાત ચાલી રહી છે. આ બદલી કેમ્પને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પત્ર લખી જાણ પણ કરવામાં આવી છે. 31 મે, 2024ના રોજ નિવૃત્ત થતાં શિક્ષકોને ધ્યાનમાં રાખીને માહિતી એકત્ર કરવા આદેશો પણ અપાયા છે.