અમદાવાદ અને ગાંધીનગરમાં અચાનક જ હોટેલ બૂકિંગ્સ ફુલ થવા લાગ્યા છે. હોટેલ્સના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ક્રિસમસ અને ન્યૂ યરનું વેકેશન પૂર્ણ થઇ ગયુ હોવા છતા અમદાવાદ અને ગાંધીનગરની હોટેલ્સમાં 9થી 12 જાન્યુઆરીનું બૂકિંગ ફુલ થઇ ગયુ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 9થી 12 જાન્યુઆરી માત્ર હોટેલ બૂકિંગ ફુલ થઇ ગયુ છે. સાથે જ હોટેલ્સના ભાડામાં ખૂબ જ વધારો થઇ ગયો છે. હોટેલ્સનું ભાડું 1.50 લાખ રુપિયા સુધી પહોંચી ગયુ છે, ત્યારે સૌ કોઇના મનમાં સવાલ થઇ રહ્યો છે કે આખરે અચાનક જ આમ હોટેલ્સના ભાડામાં કેમ વધારો થયો છે. આ ત્રણ દિવસોમાં ગુજરાતમાં એવુ તો શું થવાનું છે ? અમે તમને જણાવી દઇએ કે 9થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમીટ યોજાશે. વાઇબ્રન્ટ સમીટને લઇને ચાલુ વર્ષે ગુજરાતના હોટેલ ઉદ્યોગમાં તેજી જોવા મળી છે. ગાંધીનગર અને અમદાવાદની હોટલોમાં મોટાપાયે બુકિંગ હાથ ધરાયું છે. વાઇબ્રન્ટને લઇને 9થી 12 જાન્યુઆરી સુધી હોટલોમાં બુકિંગ ફૂલ છે.થ્રી સ્ટાર ફાઇવ સ્ટાર હોટેલના ભાડા 20 હજારથી 1.50 લાખ સુધીના છે, તો ફાઇવસ્ટાર હોટેલ સ્યુટનુ ભાડુ બે લાખને પાર થયુ છે. કોરોનાના પગલે વર્ષ 2019 બાદ ચાર વર્ષે વાઇબ્રન્ટ સમિટ યોજાઇ રહી છે. દેશ વિદેશના 70 હજાર ડેલીગેટ્સે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્રણ દિવસમાં એક લાખથી વધારે લોકો ગુજરાતના મહેમાન બનશે. હોટલમાં મહેમાનો માટે હોસ્પીટાલીટી સાથે ગાઇડન્સની વ્યવસ્થા કરાઇ છે. રૂમ ભાડે રાખનાર મહેમાનને અમદાવાદ આસપાસના અને ગુજરાતના પ્રવસાન સ્થળોની માહિતી આપવામાં આવશે. છેલ્લા વર્ષમાં યોજાયેલ ઇવેન્ટ, મોટા પ્રોજેક્ટ અને લગ્નસરાને કારણે હોટલ ઇન્ડસ્ટ્રીમાં ચાલુ વર્ષે વ્યવસાય સારો છે.