અમદાવાદ
ઑટોરિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશન-અમદાવાદ પ્રમુખ રાજ શિરકેએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર/વાહન વ્યવહાર વિભાગ, પોલીસ કમિશ્નર અમદાવાદ અને ટ્રાફિક પોલીસ કમિશ્નરને વિનંતી કરવામાં આવે છે કે કામગીરી માત્ર કાગળ પરજ ના કરવામા આવે ?એગ્રીગેટર ખાનગી કંપનીઓના ગેરકાયદેસર નોન ટ્રાન્સપોર્ટ દ્વિચક્રી (ટુ વ્હીલર્સ) વાહનો હજી પણ બિન્દાસ ફરી રહ્યા છે. ઑટો રિક્ષા ચાલકોને ટ્રાફિક પોલીસ/ પોલીસ કે RTO આ તમામ એક હેલ્પલાઇન નંબર જાહેર કરે.જેથી ઑટો રિક્ષા ચાલકો આ નંબર પર ફોન કરીને તત્કાળ આવા વાહન ચાલકોને પકડીને સરકારી તંત્રને સોંપી શકે. તમામ ઑટો રિક્ષાઓને સફેદ નંબર પ્લેટ (પ્રાઇવેટ નંબર પ્લેટ) ની મંજુરી આપો.ગુજરાત સરકાર એગ્રીગેટર પોલિસી બાબતે આદેશ આપી તા.16/04/2021 ના રોજે ક્રમાંક એમવીડી/૧૦૨૦૨૧/સિ.ફા/ખ બંદરો અને વાહનવ્યવહાર વિભાગ સચિવાલય ગાંધીનગર ઑટો રિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશનને આજ આદેશ બાબતે ને ધ્યાને લઇ ફરિયાદ અને આર.ટી.આઈ કરતા વાહનવ્યવહાર કમિશ્નર સાથે તા.22/09/2023 ના રોજ મિટિંગ યોજવામાં આવી તેમાં ગંભીર ચર્ચા કરવામાં આવી જેના આધારે આજ દિવસે વાહનવ્યવહાર કમિશ્નર વતી પ્રાદેશિક વાહન વ્યવહાર (RTO) અધિકારીઓએ ફરી આજ આદેશને ધ્યાને લઇને તમામ ગેરકાયદેસર ચાલતી એગ્રીગેટર ખાનગી કંપનીઓને કડક સૂચના આપવામાં આવી.તેમ છતાંય આજદિન સુધી આવા નોન ટ્રાન્સપોર્ટ વાહનો બિન્દાસ્ત ફરી રહ્યા છે.ટ્રાન્સપોર્ટમાં બિન્દાસ્ત ફરતા ગેરકાયદેસર નોન ટ્રાન્સપોર્ટ વાહનો એગ્રીગેટર ખાનગી કંપનીઓ ઓલા, ઉબેર કે રેપીડો દ્વારા નોન ટ્રાન્સપોર્ટ ટુ – વ્હીલર્સ (પ્રાઇવેટ વાહન / સફેદ નંબર પ્લેટ) માં પેસેન્જરમાં ગેરકાયદેસર ચાલતું (ટુ વ્હીલર)(૧). એક્ટિવા નંબર – GJ 01 UQ 4416 વિસ્તાર : શિલાલેખ ટાવર પાસે.સુભાષ બ્રિજના છેડે.શાહીબાગ.અમદાવાદ.તારીખ : 02/01/2024. સમય : સાંજે – 06 : 16.વાગે.(૨).બાઇક નંબર – GJ 01 UY 9948વિસ્તાર :આલ્ફા વન મોલ.વસ્ત્રાપુર તળાવ પાસે.વસ્ત્રાપુર.અમદાવાદ.તારીખ – 02/01/2024 સમય રાત્રે – 09:07. વાગે.ગુજરાત સરકાર આઇ, ટી ની કલમ – 14 હેઠળ આવી કંપનીઓ પર પ્રતિબંધ લગાવી શકે છે તો કેમ લગાવતી નથી.