વાઈબ્રન્ટ મહોત્સવના એક અઠવાડિયા પહેલા ફાયર બ્રિગેડના તમામ વાહનો અને સ્ટાફ ગાંધીનગર પહોંચી જશે,5 જાન્યુઆરીએ પહેલી મોકડ્રિલ યોજાશે

Spread the love

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન સઘન સલામતી બંદોબસ્ત માટે પોલીસ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમે પણ આગોતરું આયોજન હાથ ધર્યું છે. પાર્કિંગથી માંડીને મહાત્મા મંદિર સુધીના સ્થળે 15 અલગ-અલગ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. આ તમામ પોઈન્ટ પર ફાયર બ્રિગેડના અદ્યતન વાહન-સાધનો અને સ્ટાફ ખડે પગે રહેશે અને આગ કે અકસ્માત જેવી દુર્ઘટના સમયે માત્ર બે મિનિટમાં બચાવ કામગીરી શરૂ કરશે તેમ વિશ્વસનીય સૂત્રોએ કહ્યું છે. આ તૈયારીના ભાગરૂપે 5 અને 8 મી ઓગસ્ટના રોજ આકસ્મિક મોકડ્રિલ પણ કરવામાં આવનાર છે તેમ વિશ્વસનીય સૂત્રોએ કહ્યું છે.

ગાંધીનગર ફાયર બ્રિગેડે તૈયાર કરેલા ફાયર એન્ડ

ઈમરજન્સી એક્શન પ્લાન મુજબ, દરેક પ્રકારની આકસ્મિક

હોનારતને પહોંચી વળવા માટે એક કંટ્રોલ રૂમ બનાવવામાં

આવશે. કંટ્રોલ રૂમમાંથી સમગ્ર કામગીરીનું સંચાલન થશે અને

વિવિધ પોઈન્ટ પર તૈનાત ટીમ અને વાહનો માત્ર બે મિનિટમાં

ઘટના સ્થળે પહોંચી જશે અને ચાર-પાંચ મિનિટમાં બચાવ

કામગીરી પૂરી થશે.

વાઈબ્રન્ટ સમિટ માટે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા,

સુરત અને રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત હિંમતનગર, મહેસાણા, જામખંભાળિયા અને માણસા નગરપાલિકાની ટીમ અને સુસજ્જ વાહનોને તૈનાત કરવામાં આવશે. એક્શન પ્લાનમાં નક્કી થયા મુજબ સચિવાલય હેલિપેડ પર બે વોટર ટેન્ડર વિથ ફોમ અને એક વોટર બાઉઝર મૂકાશે. હેલિપેડ એક્ઝિબિશન સેન્ટરના ડોમ 11-12ની વચ્ચે એક વોટર ટાવર વ્હિકલ, ડોમ-7 નજીક એક મિનિ ફાયર ટેન્ડર, ડોમ 5 અને ફૂડ કોર્ટની વચ્ચે એક વોટર બાઉઝર, એક્ઝિબિશન સેન્ટરના પાર્કિંગમાં એક વોટર બાઉઝર, એક્ઝિબિશન સેન્ટરના ગેટ 9 નજીક ઈમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર તૈનાત કરાશે. મહાત્મા મંદિરના ગેટ નં-6 અને 3 નજીક એક-એક વોટર બાઉઝર, ગેટ નં-3 સામેના પાર્કિંગ એરિયામાં એક મિનિ ફાયર ટેન્ડર, દાંડી કુટિર નજીક એક ઈમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર, ત્રણ એલોટેડ પાર્કિંગમાં કુલ પાંચ વાહનો અને હોટલ લીલા નજીક એક વોટર બાઉઝર તૈનાત કરવામાં આવશે.

તદુપરાંત હેલિપેડ-સચિવાલય પર ત્રણ, હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર પર 5, મહાત્મા મંદિર ખાતે 3 દાંડી કુટિર ખાતે એક, ત્રણ એલોટેડ પાર્કિંગમાં એક-એક અને હોટલ લીલા નજીક બે ટીમ તૈનાત રહેશે. 10 ફાયર ઓફિસર અને 65 ફાયર ઓફિસર સહિત 100 જેટલા કર્મચારીઓને રાહત કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે. વાઈબ્રન્ટ મહોત્સવ સ્થળ પર આગ કે અકસ્માત જેવી દુર્ઘટના સર્જાય તો કંટ્રોલ રૂમમાંથી નજીકમાં આવેલી ટીમને આ કામગીરી અંગે જાણ થશે. સાથે ગાંધીનગર મ્યુનિ. ખાતે બનેલા કંટ્રોલ રૂમ અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને પણ માહિતી આપવામાં આવશે. સમગ્ર કામગીરી પર ગાંધીનગર જિલ્લા કલેક્ટર-મ્યુનિ. કમિશનરે સુપરવિઝન કરવાનું રહેશે.

જ્યારે બચાવ કામગીરીને વધારે અસરકારક બનાવવા માટે ઉપલબ્ધ તમામ સાધનો, વાહનો અને મેનપાવરની મદદ લેવાનું આયોજન છે. પોલીસ, મેડિકલ અને એનડીઆરએફ સહિત વિવિધ એજન્સીની ટીમને ફાયર બ્રિગેડના એક્શન પ્લાનથી માહિતગાર કરીને આકસ્મિક સમયે મદદરૂપ બનવા માટે સજ્જ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારની દુર્ઘટના નિવારવા માટે તમામ ટીમ દ્વારા મહોત્સવના સ્થળોએ નિરીક્ષણ કરવામાં આવશે. બચાવ કામગીરી સાથે સંકળાયેલી ટીમ અને આમંત્રિતો વચ્ચે અસરકારક સંકલન માટે ખાનગી કોન્ટ્રાક્ટર અને હોટલના સ્ટાફને સમજણ આપવામાં આવશે.

વાઈબ્રન્ટ મહોત્સવના એક અઠવાડિયા પહેલા ફાયર બ્રિગેડના તમામ વાહનો અને સ્ટાફ ગાંધીનગર પહોંચી જશે. વાહનોની ફિટનેસ ચકાસ્યા બાદ 5 જાન્યુઆરીએ પહેલી મોકડ્રિલ યોજાશે. આ મોકડ્રિલના નિરીક્ષણના આધારે જરૂરી ફેરફારો સાથે 8 જાન્યુઆરીના રોજ બીજું મોકડ્રિલ થશે. આ બંને મોકડ્રિલનો અહેવાલ ઉચ્ચ સ્તરે રજૂ કરીને જરૂર જણાય તો વધારે વાહનો અને સ્ટાફને તૈનાત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com