ઈનોવા ચાલકે કાર પુરઝડપે ચલાવી  થલતેજ ચોકડીના ટ્રાફિકના બુથને અકસ્માત કર્યો,આરોપીની ધરપકડ

Spread the love

અકસ્માતના પોઈન્ટ ઉપર હજર પોલીસ કર્મચારી કોઈ પણ પ્રકારની ઈજા થયેલ નથી, કાર સત્યપ્રકાશદાસ ધનશ્યામપ્રસાદ,સાધુસંત નિવાસ ગઢડા સ્વામિનારાયણ મંદિર બોટાદની હતી

અમદાવાદ

આજરોજ તા.૦૩/૦૧/૨૦૨૪ના આશરે સવારે પોણા દસ વાગે એસ.જી.હાઈવે હેબતપુર ચાર રસ્તા તરફથી એક ઈનોવા ફોરવ્હિલ કારના ચાલક પોતાની કાર પુરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે તેમજ અન્યની માનવજીંદગી જોખમાય તે રીતે થલતેજ ચાર રસ્તા ઉપર ચલાવી લઈ આવી અચાનક મેટ્રોના થાંભલા પાસે જમણી બાજુ ટર્ન મારતા ગાડી જમણી બાજુ ફુલ સ્પિડે ડિવાયડર ઉપર ચડાવી દઈ મેટ્રોના થાંભલા પાસે બનાવેલ થલતેજ ટ્રાફિક બુથને ધડાકા ભેર અથડાવતા પુરેપુરુ ટ્રાફિક બુથ તુટી ગયેલ અને ગાડી તેમા ધુસી ગયેલ જેથી ત્યાં હાજર પોઈન્ટના પોલીસ કર્મચારીઓએ તે કારનો નંબર જોતા GJ-01-KU -6894નો જોવા મળેલ અને અકસ્માતમાં કારને આગળના બોનેટ ભાગે તથા બમ્પરના ભાગે નુકશાન થયેલ હતુ અને કારના ચાલકને પોલીસે નીચે ઉતારી નામ,ઠામ પુછતા પોતાનું નામ સત્યપ્રકાશદાસ ધનશ્યામપ્રસાદ ઉ.વ.૫૩ રહે.રૂમ નંબર-૨૦૫ સાધુસંત નિવાસ ગઢડા સ્વામિનારાયણ મંદિર બોટાદનો હોવાનુ જણાવેલ.જેથી, કારના ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લઈ આવી થલતેજ ચોકડીના ટ્રાફિકના બુથને અકસ્માત કરી સરકારી મિલ્કત તોડી નાખી નુકશાન કરેલ હોય તેના વિરુધ્ધ ઇપીકો કલમ-૨૭૯, ૪૨૭ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ તેમજ પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એક્ટ કલમ-૩,૭ મુજબ અત્રેના એસ.જી.-૧ ટ્રાફિક પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૬૮૨૪૦૦૦૧/૨૦૨૪ નંબરનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આ અકસ્માતના પોઈન્ટ ઉપર હજર પોલીસ કર્મચારી કોઈ પણ પ્રકારની ઈજા થયેલ નથી અને હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com