ગુજરાતમાં ટાટા, સુઝુકી બાદ વધુ એક મોટી કંપની આવવાની તૈયારીમાં છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. તો કઈ છે આ વિશ્વની સૌથી મોટી કાર નિર્માતા કંપની? ગુજરાતમાં આવવાથી શું થશે ફાયદો? હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વાઈબ્રન્ટ સમિટની ચર્ચા થઈ રહી છે. આ વાઈબ્રન્ટ સમિટને વિશ્વની વધુ એક મોટી કંપની ગુજરાત આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ કંપની એટલે એલન મસ્કની ટેસ્લા…ટેસ્લા ગુજરાત આવશે કે નહીં તેના પર ગુજરાત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે હાલ ટેસ્લા સાથે વાત ચાલી રહી છે અને પ્લાન પાઈપલાઈનમાં છે.
ટેસ્લા ગુજરાત આવશે જ તેવું હશું સ્પષ્ટ કહી શકાય તેમ નથી. તેની જાણકારી આપતા ઉદ્યોગ વિભાગના સચિવ એસ.જે.હૈદરે કહ્યું કે, પોલીસીના ધારાધોરણોની જોગવાઈની મર્યાદામાં સહાય આપતા હોઈએ છીએ. જમીન માટે બેન્ક ઉપલબ્ધ છે જેમાં ઉત્તરોત્તર વધારો થાય છે. ગુજરાતમાં 20થી વધુ સ્માર્ટ પાર્ક બનાવવા જઈ રહ્યા છીએ. વાયબ્રન્ટ સમિટમાં 70થી વધુ ગ્લોબલ CEO આવી રહ્યા છે. એલન મસ્કના આવવા બાબતે હાલમાં ચર્ચા ચાલી રહી છે…
ગુજરાતમાં ટેસ્લા આવે તો ગુજરાતને બહુ મોટો ફાયદો થઈ શકે છે. ટેસ્લા જો ગુજરાતમાં પોતાનો પ્રોડક્શન પ્લાન નાંખે તો ગુજરાતના યુવાનોને મોટા પાયે રોજગાર મળે. સાથે જ ગુજરાત અને ભારતમાંથી ગાડીઓની નિકાસ અન્ય દેશોમાં કરે તો ભારત સરકારની તિજોરીને પણ બહુ મોટો ફાયદો થઈ શકે તેમ છે. જો કે ટેસ્લા અને તેના CEO એલન મસ્ક ગુજરાત આવે છે કે નહીં તે માટે વાઈબ્રન્ટ ગુજરાતની રાહ જોવી જ રહી.
એવી પણ ચર્ચા છે કે, ટેસ્ટ ભારતીય ઓટો બ્રાન્ડ્સ સાથે હાથ મિલાવી શકે છે. ટેસ્ટા ઈન્કના પ્રમુખ એલન મસ્કે જુન મહિનામાં ન્યૂયોર્કમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતના સૌથી વધુ ઔદ્યોગિકીકરણ ધરાવતા રાજ્યો અને ઓટોમોબાઈલ હબ છે. અમે વાઈબ્રન્ટ ગુજરાત 2024 દરમિયાન ટેસ્લા પ્રોજેક્ટને ગુજરાતમાં લાવવા માટે કેન્દ્ર સરકારની મદદ લઈ રહ્યાં છે.
સરકારી સૂત્રોનું કહેવું છે કે, ટેસ્લાની સાથે વાતચીત ચાલી રહી છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને અમે ગુજરાત સુધી લાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. ગુજરાતનું લક્ષ્ય ભારતના 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના સપનાને સાકાર કરવામાં યોગદાન આપવાનું છે. ટેસ્લા જેવા પ્રોજેક્ટ તેમાં મહત્વની ભૂમિકાઓ ભજવશે. ગુજરાત ટેસ્લાને સાણંદ કે ધોલેરામાં જમીન આપી શકે છે. જ્યાં ટાટા મોટર્સ અને સુઝુકીના ઓટો પ્લાન્ટ આવેલા છે. આ વિસ્તારોનું ગુજરાતના બંદરો સાથે સારી રીતે કનેક્શન છે. જ્યાંથી ઈમ્પોર્ટ અને એક્સપોર્ટની સુવિધા મળી રહે છે. ધોલેરામાં પણ ટેસ્લા પ્લાન્ટ લગાવી શકે છે.
જો બધુ યોગ્ય રહ્યુ તો ગુજરાતમાં ટેસ્લાનો પ્લાન્ટ આવી શકે છે. તેનાથી અનેક લોકોને રોજગારી મળશે. ટાટા મોટર્સના ગુજરાતમાં આગમન બાદ ગુજરાત ઓટોમોબાઈલ હબ તરીકે ઉભરીને આવ્યું છે. રાજ્યમાં ફોર્ડ મોટર્સ, ટાટા મોટર્સ અને સુઝુકીના પ્લાન્ટ છે. એમજી મોટરે જનરલ મોટલ સાથે હાલોલનો પ્લાન્ટ અધિગ્રહણ કરીને ભારતમાં પોતાનો પ્રોજેક્ટ સ્થાપિત કર્યો છે.