સ્પીનિંગ ઉદ્યોગની હાલ માઠી ચાલી રહી છે. તેવામાં આ ઉદ્યોગે સરકાર સમક્ષ મદદ માટે હાથ લંબાવ્યો છે. જો આ ઉદ્યોગ ઉપર ધ્યાન નહિ દયે તો આ ઉદ્યોગને હજુ મોટા ફટકા પડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
એક વર્ષમાં કોટન યાર્નની નિકાસમાં 50 ટકા, કોટન ટેક્સટાઈલની નિકાસમાં 23 ટકા અને ટેક્સટાઈલ- ક્લોથિંગ પ્રોડક્ટ્સમાં 18 ટકાનો ઘટાડો ટેક્સટાઇલ મિલ યુનિયનોએ શુક્રવારે ભારતના સ્પિનિંગ સેક્ટર માટે નાણાકીય સહાયના પગલાંની માંગ કરી હતી.
લાંબા સમયથી ચાલી રહેલા યુક્રેન-રશિયા સંઘર્ષ, તાજેતરના ઇઝરાયેલ-હમાસ યુદ્ધ, કપાસ પર 11% આયાત જકાત અને માનવ-પર ગુણવત્તા નિયંત્રણ આદેશથી આ ઉદ્યોગ પ્રભાવિત થયો છે. જેથી તેને સરકાર પાસેથી મદદ માંગી છે.
સ્પિનિંગ ઉદ્યોગે ઉત્પાદન 50% થી 70%નો ઘટાડો કર્યો છે. તેમ જણાવી ક્ધફેડરેશન ઑફ ઈન્ડિયન ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીએ મુખ્ય રકમની ચુકવણી માટે એક વર્ષની મુદત લંબાવવાની અને ત્રણ વર્ષની લોનને ઈમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમમાં 6 વર્ષની મુદત સાથે ક્ધવર્ટ કરવાની માંગ કરી છે.
ક્ધફેડરેશન ઑફ ઈન્ડિયન ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીના ચેરમેન રાકેશ મહેરાએ સ્પિનિંગ સેક્ટરમાં અભૂતપૂર્વ કટોકટી ઘટાડવા માટે કેસ-બાય-કેસ ધોરણે કાર્યકારી મૂડી પરના તાણને ઘટાડવા માટે જરૂરી નાણાકીય સહાય વધારવા માટે હાકલ કરી હતી,આવું કરવાથી લાખો લોકોની રોજગારી બચી શકે તેમ છે તેવું તેઓએ ભાર પૂર્વક જણાવ્યું હતું.
કાપડ ઉદ્યોગને ઈમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ હેઠળ રૂ. 16,920 કરોડનો નોંધપાત્ર ટેકો મળ્યો હતો, જે 30 સપ્ટેમ્બર, 2022 સુધીમાં રૂ. 2.82 લાખ કરોડના કુલ વિતરણના લગભગ 6% હતા. જો કે, 2022-23 ના નાણાકીય વર્ષ દરમિયાન એક વર્ષમાં કોટન યાર્નની નિકાસમાં 50% ઘટાડો, કોટન ટેક્સટાઈલની કુલ નિકાસમાં 23% અને કુલ ટેક્સટાઈલ અને ક્લોથિંગ પ્રોડક્ટ્સમાં 18% ઘટાડા સાથે સ્પિનિંગ સેગમેન્ટ હવે ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે.