ખોટા ડોક્યુમેન્ટ આધારે બોગસ પેઢીઓ ઉભી કરી જી.એસ.ટીના બોગસ બિલીંગ કૌભાંડ કેસમાં સંડોવાયેલ ૪ આરોપીઓને ઝડપતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

તા.૧૨/૧૧/૨૦૨૨ ના રોજ જી.એસ.ટી વિભાગ સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતુ. જે ઓપરેશન દરમ્યાન ખોટા ડોક્યુમેન્ટ આધારે બોગસ પેઢીઓ ઉભી કરી જી.એસ.ટીના બોગસ બિલીંગ કૌભાંડ આચરી સરકારશ્રીને આર્થિક નુકશાન પહોંચાડતા હોવાનું જણાઇ આવતા તા.૧૫/૧૨/૨૦૨૨ ના રોજ નાઇક ટ્રેડર્સ નામની બોગસ પેઢી બનાવી તે આધારે બોગસ બિલીંગનું કૌભાંડ આચારનાર વિરૂધ્ધ ડી.સી.બી પોલીસ સ્ટેશન પાર્ટે એ-ગુ.ર.નં ૧૧૧૯૧૦૧૧૨૨૦૧૬૪/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૧૨૦ (બી), ૩૪ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.નાઇક ટ્રેડર્સ નામની બોગસ પેઢીની તપાસ દરમ્યાન પેઢીના નામે જી.એસ.ટી નંબર મેળવવા સારૂ જી.એસ.ટી કચેરીએ ધંધાના સ્થળ તરીકે દર્શાવેલ દુકાનના ટેકસ બિલ બાબતે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન માંથી માહિતી મેળવતા તે ટેકસ બિલ બોગસ હોવાનું જણાઇ આવેલ.

નાઇક ટ્રેડર્સ નામની પેઢીના રજીસ્ટ્રેશન સમયે રજૂ થયેલ અન્ય ડોક્યુમેન્ટની તપાસ કરતા જગ્યાના માલિકના આધારકાર્ડ, મરણ સર્ટી તથા લાઇટ બિલની નકલ રજૂ થયેલ હતી જે આધારે તેમની પૂછપરછ કરતા રજૂ થયેલ ડોક્યુમેન્ટ બાબતે દુકાનના માલિક દ્વારા પંકજભાઈના કહેવાથી ભાવિક ભરત બારૈયાના નામે ભાડા કરાર કરેલ.આ ગુનાના કામે ભાડા કરાર કરનાર ભાવિક બારૈયાની પૂછપરછમાં તૌફિક ઉર્ફે પંકજભાઈ રંગરેજના કહેવાથી ભાડા કરાર કરેલ હોવાની વિગત તપાસમાં જણાઈ આવેલ.જે આધારે તૌફિક ઉર્ફે પંકજભાઇ રફિકભાઇ રંગરેજની પ્રાથમિક પૂછપરછમાં તેણે ભાવિક બારૈયાના આધાર પુરાવા મેળવી તેમજ ભાડા કરાર કરી તે આધારે હિમેશ મેટલ્સ નામની બોગસ પેઢી શરૂ કરેલ જે હિમેશ મેટલ્સ નામની બોગસ પેઢી તેણે અલ્ફાઝ સાઇકભાઈ કાઝીને રૂપિયા ૧,૨૦,૦૦૦/- માં વેચાણ કરેલ હોવાની હકીકત જણાઇ આવેલ.જે હકીકત આધારે અલ્ફાઝ સાઇકભાઈ કાઝીની પ્રાથમિક પૂછપરછ કરતા હિમેશ મેટલ્સ નામની બોગસ પેઢી તેણે તૌસીફ ઉર્ફે ફૈઝલ જાહિદભાઈ પઢીયારને રૂપિયા ૧,૫૦,૦૦૦/- માં વેચાણ કરેલ હોવાની હકીકત તપાસમાં જણાઇ આવેલ.

અલ્ફાઝ કાઝીએ હિમેશ મેટલ્સ નામની બોગસ પેઢી તૌસીફ ઉર્ફે ફૈઝલ જાહિદભાઈ પઢીયારને વેચાણ કરેલ હોય જે આધારે તેની પૂછપરછ કરતા તેણે હિમેશ મેટલ્સ નામની પેઢી ખરીદ કરેલ અને આ પેઢી રજીસ્ટ્રેશન સમયે જી.એસ.ટી કચેરીએ રજૂ થયેલ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી તે જ ડોક્યુમેન્ટ આધારે અન્ય ૩ પેઢીઓ બનાવેલ હોવાની હકીકત તપાસમાં જણાઇ આવેલ.આમ, આ ગુનાની તપાસ દરમ્યાન,(૧) તૌફિક ઉર્ફે પંકજભાઈ રફીકભાઈ રંગરેજ ઉવ.૩૩ રહે.પ્લોટ નંબર ૪૦૩ ઝૈનબ રેસીડન્સી, અલમોહમંદી સોસાયટી, મદિના હોટલની સામે બેરલ માર્કેટ દાણીલીમડા અમદાવાદ શહેર મુળ વતન શેલારશા ચોક લાખાણી માર્કેટના ખાંચામાં ભાવનગર

(૨) અલ્ફાઝ સાઇકભાઈ કાઝી ઉવ.૨૫ રહે.કે.જી.એન પાર્ક ભીખા ઠક્કરની શેરી બાટન લાઇબ્રેરી ભગા તળાવ ભાવનગર

(૩) તૌસિફ ઉર્ફે ફૈઝલ જાહીદભાઈ પઢીયાર ઉવ.૩૦ ધંધો.નોકરી રહે.હવેલીવાળી શેરી એ-ટુ ઝેડ શોરૂમની પાછળ વોરા બજાર ભાવનગર મુળ વતન ગામ શિહોર ઘાંચીવાડ તા.શિહોર જી.ભાવનગર ની સંડોવણી જણાઈ આવતા

તા.૪/૧/૨૦૨૪ ના કલાક ૧૮/૧૫ વાગે પકડી અટક કરી ૬ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે.આ ગુનાના કામે પકડાયેલ આરોપીઓ પૈકી,(૧) તૌફિક ઉર્ફે પંકજભાઈ રફીકભાઈ રંગરેજની પૂછપરછમાં સને-૨૦૧૮ થી અલગ અલગ માણસો સાથે મળી અલગ અલગ વ્યક્તિઓના આધાર પુરાવા મેળવી તે આધારે બોગસ જી.એસ.ટી રજીસ્ટ્રેશન કરી પેઢીઓ બનાવી ખરીદ વેચાણ કરતા હોવાનું અને આજદિન સુધી ૪૫ થી વધારે બોગસ પેઢીઓ બનાવી વેચાણ તેમજ ખરીદ કરી અન્યને વેચાણ કરેલ હોવાની હકીકત હાલ સુધી તપાસમાં જણાઈ આવેલ છે.

(૨) અલ્ફાઝ સાઇકભાઈ કાઝીની પૂછપરછમાં સને-૨૦૧૮ થી પોતાના મળતીયા માણસો સાથે મળી અલગ અલગ વ્યક્તિઓના નામે બનેલ બોગસ પેઢીઓ ખરીદ કરી અલગ અલગ વ્યક્તિઓને વેચાણ કરેલ હોવાની અને આજદિન સુધી ૬૦ થી ૬૫ જેટલી બોગસ પેઢીઓ ખરીદ વેચાણ કરેલ હોવાની હકીકત હાલ સુધી તપાસમાં જણાઈ આવેલ છે.

(૩) તૌસિફ ઉર્ફે ફૈઝલ જાહીદભાઈ પઢીયારની પૂછપરછમાં ઓકટોબર/૨૦૧૯ થી પોતાના મળતીયા માણસો સાથે મળી અલગ અલગ વ્યક્તિઓના ડોક્યુમેન્ટ મેળવી તે ડોક્યુમેન્ટમાં એડીટીંગ કરી બોગસ ડોક્યુમેન્ટ બનાવી તે આધારે બોગસ પેઢીઓ બનાવી વેચાણ કરેલ હોવાનું તેમજ હિમેશ મેટલ્સ પેઢીમાં રજૂ થયેલ ભાવિક બારૈયાના ભાડા કરાર તથા આધાર પુરાવામાં એડીટીંગ કરી બોગસ ભાડા કરાર તથા અન્ય ડોક્યુમેન્ટ બનાવી તે આધારે અન્ય ત્રણ બોગસ પેઢીઓ બનાવેલ હોવાનું તેમજ આજદિન સુધી ડોક્યુમેન્ટમાં એડીટીંગ કરી ૨૫૦ થી વધારે બોગસ પેઢીઓ બનાવી વેચાણ કરેલ તેમજ બોગસ બિલીંગનું કામ કરતો હોવાની હકીકત હાલ સુધી તપાસમાં જણાઈ આવેલ છે.

આ ઉપરાંત ગુનાના કામે પકડાયેલ આરોપી તૌસિફ ઉર્ફે ફૈઝલ જાહીદભાઈ પઢીયાર પાસેથી કબ્જે કરવામાં આવેલ લેપટોપમાંથી એડીટ કરેલ પાનકાર્ડ, આધારકાર્ડ, લાઇટબીલ, ટેકસબિલ, ભાડા કરાર, કન્સર્ન લેટર, નોટરીના સિક્કા તથા બોગસ પેઢીઓના જી.એસ.ટી સર્ટીફિકેટને લગતા ડોક્યુમેન્ટ મળી આવેલ છે. જે ગુનાની તપાસના કામે કબ્જે કરવામાં આવેલ છે.આ ગુનાના કામે નાઈક ટ્રેડર્સ નામની પેઢીના રજીસ્ટ્રેશ સમયે દર્શાવવામાં આવેલ જી-મેલ એકાઉન્ટ ની માહિતી મેળવવામાં આવેલ હોય જે આધારે જી-મેલ એકાઉન્ટ જે મોબાઇલ ફોન તથા નંબર આધારે બનાવવામાં આવેલ તે માહિતી આધારે ટેકનિકલ એનાલીસ આધારે તપાસ કરી આરોપી દશરથભાઈ દલીચંદ નાગર ની પ્રાથમિક પૂછપરછ કરતા તેમજ તેની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોનમાં જોતાં નાઇક ટ્રેડર્સ નામની બોગસ પેઢીના રજીસ્ટ્રેશન સમયે દર્શાવેલ જી-મેલ એકાઉન્ટ તથા અન્ય બોગસ પેઢીના જી-મેલ એકાઉન્ટ તે મોબાઇલ ફોનમાંથી મળી આવેલ છે.જેથી (૪) દશરથભાઈ દલીચંદ નાગર ઉવ.૩૬ રહે.બી/૧૦૪ હરભોલેનાથ પાર્ક, રામરાજ્ય બી.આર.ટી.એસ નજીક, કાકા ભાજીપાઉ પાસે રાજેન્દ્રપાર્ક, ઓઢવ અમદાવાદ શહેર તથા બી/૧૦૨ ભગવતીનગર, અશ્વમેઘ સ્કુલ નજીક જુના રામોલ રોડ, અમરાઈવાડી અમદાવાદ શહેરની સંડોવણી જણાઇ આવતા તેને આ ગુનાના કામે તા.૬/૧/૨૦૨૪ ના કલાક ૧૮/૩૦ વાગે પકડી અટક કરવામાં આવેલ છે.આ ગુનાના કામે ઉપરોક્ત પકડાયેલ આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન આધારે તપાસ ચાલુમાં છે.આ ગુનાની તપાસમાં હાલમાં પકડાયેલ આરોપીઓ પૈકી અલ્ફાઝ સાઇકભાઈ કાઝી અગાઉ સને -૨૦૨૨ માં ભાવનગર સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ જી.એસ.ટીના ગુનામાં પકડાયેલ છે.તેમજ તૌસિફ ઉર્ફે ફૈઝલ જાહિદભાઈ પઢીયારના ઘરે જુલાઇ/૨૦૨૩ માં જી.એસ.ટી વિભાગમાંથી ડી.જી.જી.આઇ દ્વારા રેઇડ કરવામાં આવેલ હતી.

હાલ સુધીની તપાસમાં પકડાયેલ આરોપીઓ દ્વારા તેમના ભાવનગર મળતીયા માણસો સાથે મળી ૫૦૦ કરતા વધુ બોગસ પેઢીઓ આધારે બોગસ બિલો બનાવી સરકારશ્રીને કરોડો રૂપિયાનું આર્થિક નુકશાન પહોંચાડવાનું કૌભાંડ આચરેલ છે.આ ગુનાની તપાસમાં પકડાયેલ આરોપીઓ સાથે ભાવનગરના મોટા માથાની સંડોવણી હોવાની શક્યતા રહેલ હોય જે દિશામાં ઉંડાણપુર્વકની તપાસ હાલ ચાલુમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com