અમદાવાદ
આ અભિયાનમાં AMC એ મુખ્યત્વે જાહેર જગ્યાઓ અને રસ્તાઓની સફાઈ તથા સુધાર માટેનું લક્ષ રાખીને નાગરિકો અને અન્ય સંસ્થાઓની મદદથી વિવિધ સ્થળોની સફાઈ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તેમને શ્રમદાન હેઠળ તેમનો એક કલાક આપવાની અપીલ કરેલ.શહેરના એન્ટ્રી પોઈંટો એવા 14 મુખ્ય રસ્તાઓ જેમાં રીંગ રોડ અને SG હાઇવે પણ સફાઈ ઝુંબેશમાં સૌ પ્રથમ વખત આવરી લેવામાં આવેલ હતો. આ એન્ટ્રી પોઈન્ટને 5 કી.મી.ની ત્રિજ્યામાં AMC દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરી નાગરીકો અને વિવિધ સંસ્થાઓના સહયોગ વડે તથા મશીનરી મૂકી કુલ 137 જેટલા લોકેશનો પરથી 2158 મેટ્રીક ટન લીગાસી વેસ્ટ દૂર કરવામાં આવેલ.શહેરમાં આવેલ ધાર્મિક આસ્થાના પ્રતિક એવા 421 વિવિધ ધાર્મિક સ્થળોની સફાઈ કરાવવામાં આવેલ. સાથે સાથે 35 હેરીટેજ સાઇટો અને 30 જેટલી મહાપુરુષોની પ્રતિમાઓની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.મોટી સંખ્યામાં નાગરીકો આવતા હોય તેવા 172 જેટલા શાકભાજી અને ફળોના માર્કેટોની સાથે સાથે 237 જેટલા બગીચાઓનું સફાઈ અભિયાન પણ આ ઝુંબેશ હેઠળ કરવામાં આવેલ હતું.
સ્વચ્છતાના અભિયાનમાં શાળાના બાળકોને પણ જોડી શહેરમાં કુલ 336 શાળા કોલેજો આંગણવાડીઑનાં પરિસરને સ્વચ્છ કરવામાં આવેલ હતા.શહેરનાં નાગરીકોનાં પરિવહન માટેની વ્યવસ્થા એવા બસ અને રેલ્વે ટર્મિનસો, મેટ્રો સ્ટેશનો અને ટેક્સી સ્ટેન્ડો મળીને કુલ 288 જગ્યાઓ સ્વચ્છ કરાવવામાં આવેલ હતી.નાગરીકોના સામાજિક પ્રસંગો માટેની સેવા પૂરી પાડવામાં આવતી હોય તેવા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના 74 જેટલાં કૉમ્યુનિટી હૉલ, પાર્ટી-પ્લોટ અને વાડીઓને પણ સફાઈ અભિયાનમાં આવરી લેવામાં આવેલ.242 જાહેર શૌચાલયો અને 371 પબ્લીક યુરીનલ્સ જે રોજેરોજ સ્વચ્છ કરવામાં આવતા હોય છે તેને પણસ્વચ્છતાના અભિયાનમાં આવરી લઈ 7 ઝોનમાં એક સાથે એક જ દિવસે સફાઈ અભિયાન હાથ ધરી ન્યૂસન્સટેંકરો મારફતે ધોવડાવી સ્વચ્છ કરવાનું અભિયાન પૂર્ણ કરેલ.
શહેરી વિસ્તારના સ્લમ એરીયાની સાફ સફાઇ તેમજ બિલ્ડીંગ કાટમાળને રીસાયકલ કરી રીયુઝ કરવાની વ્યવસ્થાનું આયોજન પણ આ અભિયાનમાં કરવામાં આવેલ.શહેરમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની 05 જનરલ હોસ્પિટલો, તથા 79 UHC-CHC ને પણ સફાઈ માટેની ડ્રાઈવ કરી સ્વચ્છ કરેલ હતી,શહેરનાં પૂર્વ અને પશ્વિમ તરફના બંને છેડાઓને જોડતા કુલ 92 ઓવરબ્રીજો, અંડરપાસો અને ફલાયઓવરોનેપણ ન્યૂસન્સ ટેંકરોના ટ્રીટેડ વોટર મારફતે ધોવડાવી સ્વચ્છ કરવામાં આવેલ અને ડિવાઈડર તથા સાઈડની માટીદૂર કરવા સારું 52 રોડ સ્વીપર મશીનનો ઉપયોગ કરવામાં આવેલ.
શહેરના ડ્રેનેજ નેટવર્કને અવિરત કાર્યરત રાખતા 7 ઝોનમાં આવેલા કુલ 72 ડ્રેનેજ પંપીંગ સ્ટેશનો, 42 વોટર પંપીંગ સ્ટેશનો અને 18 સુયરેજ ટ્રીટમેંટ પ્લાન્ટ પણ આ સફાઈ ઝુંબેશમાં સ્વચ્છ કરવામાં આવેલ હતા. સાથેસાથે બિનુપયોગી કાટમાળ પણ દૂર કરી પરિસર ખૂલ્લા કરવામાં આવેલ.શહેરમાંથી 17 લાખ રેસીડેંશીયલ એકમો અને 6 લાખ કોમરશિયલ એકમોમાથી રોજેરોજ કચરાનું કલેક્શન કરતાં 1000 થી વધારે ડોર ટુ ડોર વાહનોનાં અલગ-અલગ સ્થળે આવેલા 20 પાર્કીંગ લોકેશનો અને સેકેંડરી ટ્રાન્સપોર્ટેશન માટેનાં 9 રેફ્યૂઝ ટ્રાન્સફર સ્ટેશનો પણ એજન્સીઓના પ્રતિનિધીઓ મારફતે સ્વચ્છ કરાવવામાં આવેલ.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અભિયાનને વધુ વેગવંત બનાવવા માટે માય સિટી માય પ્રાઈડ હેઠળ વિવિધ પ્રવૃતિઓ પણ હાથ ધરેલ. જેમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ.થેન્નરસન, સોલીડ વેસ્ટ મેનેજમેંટ વિભાગના મ્યુનિસિપલ કમિશનરશ્રી સી.આર.ખરસાણ તથા ડાયરેક્ટરશ્રી વિજયભાઇ મિસ્ત્રી અને તેમની 7 ઝોનનાં ડે.ડાયરેક્ટર સહિતની ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે સાથે સફાઈ કામદારો દ્વારા સખત પ્રયાસો કરવામાં આવેલ.આ અભિયાનમાં શાસક પક્ષનાં માન.મેયરશ્રી પ્રતિભાબેન જૈનની આગેવાની હેઠળ માન.ડે.મેયરશ્રી જતીનભાઇ પટેલ,માન. સ્ટેડીંગ કમિટી ચેરમેનશ્રી દેવાંગભાઈ દાણી અને પક્ષ નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં વિવિધઅભિયાનો હાથ ધરેલ. પદાધિકારીશ્રીઓ દ્વારા ડિસેમ્બર 2023 માસના દર શુક્રવારે સફાઈ સફાઈ અભિયાનો હાથ ધરેલ. જેમાં 35 ગામતલવિસ્તારો, 14 એન્ટ્રી પોઈંટો, પોઈંટો, 41 મ્યુનિસિપલ શાળાઓ, 31 ઓવરબ્રીજો જેવા વિવિધ લોકેશનો પર તેઓએ રૂબરૂ હાજર રહી સ્થાનીક કાઉન્સીલરશ્રીઓ અને મોટી સંખ્યામાં નગરીકો સાથે મળીને સફાઈ અભિયાન કરેલ.સ્વચ્છતાના આ 60 દિવસનાં અભિયાનને નાગરીકોએ મોટી સંખ્યામાં ભાગ લઈને સ્વચ્છતાના પર્વમાં પરિવર્તીત કરીદીધેલ. 11 મી ઓક્ટોબર થી શરૂ થયેલ આ અભિયાનમાં 31 મી ડિસેમ્બર 2023 સુધીમાં કુલ 2.47 લાખ નાગરીકો,વિવિધ NGO – સેલ્ફ હેલ્પ ગૃપો —સેવાભાવી સંસ્થાઓ અને એજન્સીઓનાં પ્રતિનિધીઓએ ભાગ લીધેલ હતો.વિવિધ સ્વચ્છતા ઝુંબેશોમાં આટલી મોટી ભાગીદારીના કારણે 5.37 લાખ કલાકોના શ્રમદાન થકી લીગસી વેસ્ટનીસાથેસાથે શહેરમાંથી 12805 મેટ્રીક ટન કચરો દૂર કરવામાં આવેલ હતો.