ગુજરાતમાં ખૂણે ખૂણે ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂકેલી ‘કિંગ ગેન્ગ’ની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે, દ્વારકા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે, જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાંથી ‘કિંગ ગેન્ગ’ના ચાર સભ્યોને પકડી પાડ્યા છે. પકડાયેલી આ ટોળકી પાસેથી અંદાજિત 3 લાખની મુદ્દામાલ જપ્ત કરવામાં આવી છે.ખાસ વાત છે કે આ ‘કિંગ ગેન્ગ’ના સભ્યોની ટીમે ગુજરાતમાં ઠેર ઠેર આતંક મચાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહેલી ‘કિંગ ગેન્ગ’નો પર્દાફાશ કર્યો છે, દ્વારકા જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ‘કિંગ ગેન્ગ’ને પકડવામાં મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ‘કિંગ ગેન્ગ’ને પકડી પાડી છે, પોલીસે આ ટોળકીને 3,23,626 રૂપિયાના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લામાથી પકડી છે, આ ટોળકીના અત્યારે 4 આરોપીઓ પકડાયા છે, જ્યારે અન્ય 10 આરોપીઓની હજુ પણ શોધખોળ થઇ રહી છે. ક્રાઇમ બ્રાન્ચે આ તમામને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
‘કિંગ ગેન્ગ’ના પડકાયેલા આરોપીઓ ગુજરાતમાં ઠેક ઠેકાણે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. આ પકડાયેલા આરોપીઓએ રાજ્યમાં દ્વારકા જિલ્લામાં 2, જામનગર જિલ્લામાં 5, અમરેલી જિલ્લામાં 2, રાજકોટમાં 1, સુરેન્દ્રનગરમાં 2, મોરબીમાં 1 , મહારાષ્ટ્ર-પુણેમાં 1 મળી કુલ 14 ઘરફોડ ચોરી તેમજ બાઈક ચોરીની કબૂલાત કરી છે.