વર્ષ 2036ના ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત સજ્જ થશે. રાજ્ય સરકારે આ માટે અલાયદી કંપનીની રચના કરી છે. આ કંપની દ્વારા 3.25 લાખ એકરમાં અંદાજે 6 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 6 સ્પોર્ટ્સ એન્કલેવનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિમિટેડ (ગોલિમ્પિક) દ્વારા મોટેરા સ્ટેડિયમની આસપાસ આ સ્પોર્ટસ એન્કલેવ બનશે. મંગળવારે પહેલીવાર તેની ડિઝાઇન જાહેર કરવામાં આવી હતી. આ ડિઝાઇન પ્રમાણે સ્પોર્ટસ સંકુલ બનાવવા માટે વિવિધ ટેન્ડરિંગ પણ કરવામાં આવ્યા છે. તે અંદાજે 6 હજાર કરોડમાં તૈયાર થશે. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગોલિમ્પિક દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવ ખાતે આગામી વિશ્વ કક્ષાની રમતો માટેનું માસ્ટર પ્લાનિંગનું અનાવરણ કરવામાં આવ્યું છે. દેશના સૌથી મોટા સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબની ડિઝાઇનને લોકો સમક્ષ ખુલ્લી મુકવામાં આવી છે. 000
વાઇબ્રન્ટ સમિટ 2024માં ગોલમ્પિકની મુલાકાતીઓ સ્પોર્ટસ એન્કલેવની કલ્પના કરાયેલી પ્રદર્શનીની પણ મુલાકાત લઇ શકશે. તેમાં વિવિધ એકમોની વૈશ્વિક કક્ષાની રમતો થઇ શકે તે સ્થિતિનું એન્કલેવ તૈયાર કરવામાં આવશે.
ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું. બુલેટ ટ્રેઇન, ઓલિમ્પિક રમતો માટે તૈયાર થનારા સ્ટેડિયા, હાઇડ્રોજન બસ, ડ્રોન ટેકનોલોજી, ઇ-વ્હીકલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા મોડલ્સ અહીં મુલાકાતીઓને આકર્ષી રહ્યા છે. મોદીએ વિવિધ પેવેલીયનોની મુલાકાત કરીને એકઝિબિટર્સ સાથે સંવાદ કરી માહિતી મેળવી હતી.
10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં રાજ્યની અને દેશની આ સર્વોચ્ચ વ્યાપારી ઇવેન્ટનો પ્રારંભ કરાવશે. વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલા રાજકીય વડા તેમજ ઉદ્યોગ જગતના અગ્રણીઓ મોદી સાથે આ સમિટના મંચ પર બિરાજમાન હશે. આ મંચ પરથી વિવિધ ઉદ્યોગપતિઓ ગુજરાતમાં પોતાના રોકાણના ઇરાદાની જાહેરાતો કરશે.
મોદી સાંજના સમયે ગિફ્ટ સિટીમાં વિશ્વની ટોચની કંપનીઓના સીઈઓ સાથે બંધબારણે બેઠક યોજશે જેમાં ભારતના પ્રથમ આઇએફએસસી સેન્ટરના વિકાસ માટેની ચર્ચાઓ કરવામાં આવશે.
મોદી વિવિધ દેશોના નેતાઓ સાથે વન-ટુ-વન બેઠકો કરશે તેમજ તેઓ ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓ સાથે અહીં ભોજન પણ લેશે.
વિવિધ રાજ્યોની તથા દેશોની સરકારો અહીં હાજર ઉદ્યોગપતિઓ સાથે મીટિંગો કરશે તેમજ વિવિધ વ્યાપારીઓ અને તેમના સંગઠનો પણ અહીં ચર્ચા કરીને એકબીજાના સહયોગ માટે તૈયાર થશે.
ગુજરાત સરકારના દાવા મુજબ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની આ ઇવેન્ટમાં 20 હજાર લોકોએ ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કર્યું છે. અહીં કુલ અલગ અલગ 34 હોલ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ચર્ચાઓ અને પરિસંવાદો યોજાશે. મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી પરત રવાના થશે.
સ્પોર્ટ્સ એન્કલેવની ડિઝાઇન ઓલિયાની કંપની પાસે તેમના ઓિલમ્પિકના અનુભવને ધ્યાને લઇને બનાવડાવવામાં આવી છે. ટેન્ડરિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જેથી 2036 સુધીમાં આપણી પાસે રમતો માટેની શ્રેષ્ઠ જગ્યાઓ હોય. ગ્લોબલ એજન્સીઓ પાસેથી ટેન્ડર મગાવવામાં આવશે.
યુએઇને આટલું મહત્ત્વ આપવા પાછળ વડાપ્રધાન મોદી અને ભારતના રાજદ્વારી વ્યૂહનું કારણ એ છે કે યુએઇના શેખે ભારતને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિમાં કાયમી સભ્યપદ મળે તે માટે મજબૂત લોબિંગ કર્યું અને સાથોસાથ ભારતે તાજેતરમાં જી-20 સમિટનું પ્રમુખપદ મેળવ્યું તેમાં પણ યુએઇનો સહયોગ મળ્યો. યુએઇની મુલાકાત લેનારા મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે અને 2015માં યોજાયેલી આ મુલાકાત પછી મોદી 5 વખત યુએઇ જઇ આવ્યા છે. શેખ મોહમ્મદ પણ 2016, 2017 અને તે પછી આ ત્રીજી વાર ભારત આવી રહ્યા છે. એક વખત તેઓ ભારતના ગણતંત્રદિવસના મુખ્ય અતિતિ પણ રહ્યા છે.