કોરોનાથી બચવા રાજયમાં વાયરસ શુટ આઉટની ધૂમ ખરીદી, આ વસ્તુ યોગ્ય છે કે કેમ? જાણો અભિપ્રાય

Spread the love

કોરોના વાયરસના પગલી અનેક ચીજવસ્તુઓ બજારમાં આવી ગઈ છે, ત્યારે હવે લોકો ઇમ્યુનિટી તરફ વધુ વળી રહે છે, ત્યારે બજારમાં કોરોના મહામારીથી બચવા માટે દિવસેને દિવસે અનેક નુસખાઓ લોકો અપનાવી રહ્યા છે. આ સાથે જ જુદી જુદી કંપનીઓ પણ પોતાની પ્રોડક્ટ માર્કેટમાં મૂકી રહી છે અને તેમને પ્રોડક્ટ કોરોના સામે રક્ષણ આપતી હોવાનો દાવો કરતી રહે છે. હાલના સમયમાં રાજ્યમાં Virus Shut Out નામની પ્રૉજેક્ટ બજારમાં ધૂમ મચાવી રહી છે. આ મામલે અમદાવાદ નિષ્ણાત ડૉક્ટર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે આવી પ્રૉડક્ટથી દૂર જ રહેવાની સલાહ આપી હતી. તેમના કહેવા પ્રમાણે આવી પ્રૉડક્ટ ફેફસાની બીમારી નોતરી શકે છે. ઓનલાઇન મળતી આ પ્રોડક્ટ અંગે દાવો કરવામાં આવ્યો છે કે તે અલગ-અલગ પ્રકારના વાયરસને લોકોથી દૂર રાખી શકે છે. આ પ્રોડક્ટને ગળામાં પહેરવાની હોય છે. જેમાં એક પાઉચની અંદરથી અંદરથી જુદા જુદા પ્રકારના કેમિકલ છૂટે છે. વાયરસ શુટ સુટ આઉટ નામની આ પ્રૉડક્ટ ફક્ત સામાન્ય લોકો જ નહીં પરંતુ નેતાઓ પણ પહેરી રહ્યાનું ધ્યાનમાં આવ્યું છે. પ્રદેશ ભાજપના નેતાઓ પણ પ્રદેશ કાર્યાલય ખાતે ગળામાં આ પ્રોડક્ટ પહેરીને જોવા મળ્યા હતા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે કામ કરતા સ્ટાફ અને હોદ્દેદારો આ પ્રૉડક્ટનો ઉપયોગ કરી રહ્યા છે. બીજી તરફ આ પ્રોડક્ટ અંગે નિષ્ણાત ડોક્ટરોનું કહેવું છે કે આ વસ્તુના ઉપયોગથી ફેંફસા નબળા પડે છે. એટલે કે નિષ્ણાતોની સલાહ વગર આ પ્રકારની પ્રૉડક્ટનો ઉપયોગ કરવો જરા પણ હિતાવહ નથી.

અમદાવાદના જાણીતા ડોક્ટર હેમંત ભટ્ટે આ અંગે જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન અનેક વિદેશી અને સ્વદેશી કંપનીઓ દ્વારા આ પ્રકારની વિવિધ પ્રૉડક્ટ બજારમાં મૂકવામાં આવી છે. કોરોનાથી બચવા માટે લોકોને આ પ્રોડક્ટ ઉપયોગ કરવા માટે કંપનીઓ તરફથી કહેવામાં આવે છે, પરંતુ જ્યાં સુધી વિશ્વ આરોગ્ય સંસ્થા કે ભારત સરકાર આ પ્રકારની પ્રોડક્ટ નો ઉપયોગ કરવાનું ન કરે ત્યાં સુધી આવી પ્રૉડક્ટ ખરીદવી ન જોઈએ છતાં પણ જો કોઈએ આ પ્રકારની પ્રૉડક્ટ ખરીદવી જ હોય તો નિષ્ણાત તબીબોની સલાહ લેવી જોઈએ. ડોક્ટર હેમંત ભટ્ટ ના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની પ્રોડક્ટ ફેફસાની બીમારીઓને આમંત્રણ આપે છે. લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી તેમાં રહેલા રસાયણોથી ફેફસાના કોષો નાશ પામે છે. આ રીતે નિષ્ણાત ડોક્ટર આ પ્રકારની પ્રૉડકટ ઉપયોગ કરવાનો ઈન્કાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનામાં રાતોરાત અનેક તકસાધુઓ ઉભો થઇ ગયો છે. જે ગુણવત્તા વગરની પ્રોડક્ટ બજારમાં મૂકીને લોકોનું સ્વાથ્ય સાથે ચેડા કરે છે. હાલના તબક્કે કોરોના મટાડતી સર્વ સ્વીકૃત કોઈ જ દવા અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભલામણ કરી નથી અથવા માન્યતા આપી નથી. આથી આવા કોઈ પણ નુસખા અજમાવતા પહેલા લોકો નિષ્ણાતોની સલાહ લે તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com