દેશમાં ડોમેસ્ટિક વર્કર્સ માટે રાહતના સમાચાર છે. ડોમેસ્ટિક વર્કસને વેતન, પેન્શન સહિત તમામ લાભ મળી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા લાખો ડોમેસ્ટિક વર્કર્સને આ ફાયદો મળી શકે છે. જો આમ થાય તો સોશિયલ સિક્યુરિટી કોડ 202 અંતર્ગત યુનિવર્સલ વેલફેર પેમેન્ટની દિશામાં એક પગલું થઇ શકે છે. જે અંતર્ગત ડોમેસ્ટિક વર્કર્સને મિનિમમ પગાર, પેન્શન, મેડિકલ વીમો, મેટરનિટી બેનીફીટ અને પ્રોવિડન્ટ ફંડ જેવા લાભ મળી શકે છે.
એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ ઓપ્શન પર વિચાર કરી રહ્યા છીએ. અંતિમ નિર્ણય ભારતમાં ડોમેસ્ટિક વર્કર્સની સાચી સંખ્યા મળ્યા બાદ લેવામાં આવશે. સોશ્યિલ સિક્યુરીટી કોડમાં ડોમેસ્ટિક વર્કર્સ સામેલ છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે અનૌપચારિક રીતે ડોમેસ્ટિક વર્કર્સની સંખ્યા 50 મીલીયનથી વધુ છે, જેમાં 75 ટકા મહિલાઓ છે. લેબર ઇકોનોમિસ્ટ શ્યામ સુંદરના કહેવા મુજબ કોડ અંતર્ગત ડોમેસ્ટિક વર્કર્સની કોઇ સ્પષ્ટ વ્યાખ્યા નથી.