કોમનમેન એવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે gj 18 વાવોલ ખાતે ઉતરાણ મનાવશે, વાંચો આખો કાર્યક્રમ

Spread the love

કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગરના સાંસદ અમિત શાહ રવિવારે ઉત્તરાયણ પર્વની ઉજવણી ગાંધીનગર ખાતે કરશે. તેઓ વાવોલ વિસ્તારમાં વૈદેહી-3 સોસાયટી ખાતે ભાજપના સ્થાનિક નેતાઓ સાથે પતંગ ઉડાવશે. સ્થાનિક રહિશો અને ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં તેમની સાથે જોડાશે.

ગાંધીનગરના સાંસદ અમિત શાહ પોતાના મત વિસ્તાર પ્રત્યે ખાસ સક્રિય છે અને અવારનવાર તેઓ મત વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે સાથે વિકાસ કામો મામલે અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા પણ કરતા હોય છે. વાયબ્રન્ટ સમિટના સમાપન પ્રસંગે ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહ ઉત્તરાયણ પર્વ સુધી અમદાવાદ રોકાવાના છે. તે દરમિયાન તેઓ ગાંધીનગરમાં પણ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે આવશે.

રવિવારે સવારે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા બાદ તેઓ અમદાવાદ વેજલપુર ખાતે ઉત્તરાયણ મહોત્સવમાં હાજરી આપશે. બપોરે 4 કલાકે તેઓ વાવોલ વૈદેહી-3 સોસાયટી ખાતે સ્થાનિક નેતાઓ અને રહિશો સાથે ઉત્તરાયણ મનાવવા આવી પહોંચશે. તેઓ એક કલાક સુધી વાવોલ રોકાશે તે પછી અમદાવાદ પરત ફરશે. ઉલ્લેખનીય છે કે અમિત શાહે ગત વર્ષે કલોલ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ વખતે તેઓ વાવોલમાં ઉત્તરાયણ મનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com