કબૂતરબાજીમાં સંડોવાયેલા એજન્ટોનાં નામ ખુલતા ઘરે તાળાં મારીને રફુચક્કર થઈ ગયા…

Spread the love

કબૂતરબાજીના દેશવ્યાપી કૌભાંડમાં મહેસાણાના સાદડી ગામના એજન્ટ કિરણ પટેલનું પણ નામ સામે આવ્યુ છે. આ એજન્ટનુ અમદાવાદના ઘાટલોડિયામાં બંગલો આવેલો છે. વિશ્વાસ બંગલોમાં રહેતો કિરણ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જો કે તેના મકાનમાં કોઈ પ્રવેશ ન કરે તે માટે એક માણસ રાખ્યો છે. જે મીડિયાને પણ અંદર જવા નથી દેતો.

CID ક્રાઈમે કિરણ પટેલના ઘરે તપાસ કરતા તે ત્યાં મળી આવ્યો ન હતો. ઘાટલોડિયાના મકાનમાં બહારથી તો તાળુ છે છતા અંદર કોઈ હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે.

કબૂતરબાજીના કૌભાંડમાં કુલ 14 એજન્ટ સામે નામજોગ ગુનો નોંધાયો છે. હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એજન્ટ ભાર્ગવ દરજી અમદાવાદમાં ન્યૂ રાણીપ ખાતે જ રહે છે. આ તરફ ગાંધીનગરના કલોલના ત્રણ એજન્ટોના નામ પણ સામે આવ્યા છે.  ઘરે પણ તાળુ મારેલુ જોવા મળ્યુ. સંદીપ પટેલ પણ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તેમજ તેના પરિવારના કોઈ સભ્યો પણ હાજર નથી.

કલોલનો જ બીજા એજન્ટ બિરેન પટેલના ઘરે તાળુ તો નથી. પરંતુ બિરેન તેના ઘરે હાજર નથી. બિરેનનો પરિવાર તેના ઘરે જ છે અને પરિવારનો દાવો છે કે બિરેનને ખોટી રીતે ફસાવાયો છે. બિરેનના માતાનો દાવો છે કે તે આંગડિયા પેઢીમાં કામ કરે છે અને છેલ્લા બે ત્રણ દિવસથી મિત્રો સાથે ફરવા ગયો છે. તે ઘર છોડીને ક્યાંય ગયો નથી. CID ક્રાઈમની ટીમ સાથે પણ પરિવારે વાતચીત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com