આમ આદમી પાર્ટીના એજ્યુકેશન સેલના પ્રદેશ ઉપપ્રમુખ અને પ્રદેશ પ્રવક્તા એડવોકેટ શીતલબેન ઉપાધ્યાય
જે બાળકો કોમ્પ્યુટર, મિકેનિકલ, ઓટોમોબાઇલ જેવા વિષયો ભણ્યા છે, તેઓ ડિગ્રીની એન્ટ્રન્સ ટેસ્ટમાં 50 માર્કસના કેમેસ્ટ્રીના પ્રશ્નોના જવાબ કઈ રીતે આપશે?: શીતલ ઉપાધ્યાય
જે સરકારને એજ્યુકેશન સાથે કંઈ લેવાદેવા નથી, એ સરકાર ગુજરાત યુવાનોને અભણ રાખવા માટે આવા નિર્ણયો લે છે: શીતલબેન ઉપાધ્યાય
અમદાવાદ
આમ આદમી પાર્ટીના એજ્યુકેશન સેલના પ્રદેશ ઉપપ્રમુખ અને પ્રદેશ પ્રવક્તા એડવોકેટ શીતલબેન ઉપાધ્યાયએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે અને શિક્ષણ વિભાગે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે કે, ડિપ્લોમા બાદ ડિગ્રીમાં જતા બાળકોએ હવે એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડશે. પરંતુ આ નિર્ણય દ્વારા તેઓ કઈ રીતે ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે તે સૌએ જાણવા જેવી બાબત છે. આ એન્ટ્રન્સ ટેસ્ટ 200 માર્કસની હશે, જેમાંથી 100 માર્ક્સ એપ્ટીટ્યુડના અને 100 માર્ક ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના રહેશે. આમાં 50 માર્કસનું કેમેસ્ટ્રી આવશે.ગંભીર બાબત એ છે કે કમ્પ્યુટર, આઈટી, મેકેનિકલ, ઓટોમોબાઇલ જેવા અનેક વિષયો છે જેમાં બાળકો ડિપ્લોમા કરે છે અને તેમાં ક્યારેય પણ કેમેસ્ટ્રી ભણાવવામાં આવતું નથી. હવે જો આ એક્ઝામમાં 50 માર્ક્સનું કેમેસ્ટ્રી પૂછવામાં આવે તો આ બાળકો કઈ રીતે આ પરીક્ષા આપશે. આ ટેસ્ટમાં બધા વિદ્યાર્થીઓનું હિત જળવાવવું જોઈએ. હું કહેવા માંગીશ કે જે સરકારને એજ્યુકેશન સાથે કંઈ લેવાદેવા નથી અને ગુજરાતના યુવાનોને અભણ રાખવા માંગતી સરકારે આ નિર્ણયને તાત્કાલિક ધોરણે અમલમાં પણ મૂકી દીધો છે, જે ખૂબ જ ગંભીર બાબત છે.આમ આદમી પાર્ટી સરકારના આ નિર્ણયનો વિરોધ કરે છે અને જો સરકાર આ નિર્ણયને 15 દિવસમાં પાછો નહીં ખેંચે તો આમ આદમી પાર્ટી અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના એજ્યુકેશન સેલ દ્વારા આ મુદ્દા પર એક આંદોલન કરવામાં આવશે.