ધારાસભ્ય અમિતભાઈ પી.શાહ ૨૦મી જાન્યુઆરીના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ઉપસ્થિત રહી રામભક્ત રીક્ષા ચાલકોના રીક્ષા પર ભગવાનશ્રી રામની ધ્વજ પતાકા લગાડશે
અમદાવાદ
કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આગમી તારીખ ૨૨ જાન્યુઆરીના રોજ વિશ્વનેતા, દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં રામ લલ્લા પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે. તે અનુસંધાને સમગ્ર દેશ અને વિશ્વના રામ ભક્તોમાં અનેરો ઉલ્લાસ-ઉત્સાહ જોવા મળી રહ્યો છે.કર્ણાવતી મહાનગરમાં સમાવિષ્ઠ તમામ ૧૬ વિધાનસભા ક્ષેત્ર ખાતે ચૂંટાયેલ ધારાસભ્યશ્રી તેમજ ઉમેદવારશ્રી ધ્વારા રામભક્ત રીક્ષા ચાલકની રીક્ષાઓ પર રામધ્વજ લગાવવાના કાર્યક્રમનું આયોજન કર્ણાવતી મહાનગર ભાજપા સંગઠન ધ્વારા હાથ ધરવામાં આવ્યો છે.કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિતભાઈ પી.શાહ અંજલી ચાર રસ્તા વાસણા, એલિસબ્રિજ વિધાનસભા ખાતે આવતીકાલે તારીખ ૨૦મી જાન્યુઆરીના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ઉપસ્થિત રહી રામભક્ત રીક્ષા ચાલકોના રીક્ષા પર ભગવાનશ્રી રામની ધ્વજ પતાકા લગાડશે. તે સિવાય કર્ણાવતી મહાનગરમાં સમાવિષ્ઠ વિધાનસભા ક્ષેત્રે યોજાનારા રામભક્ત રીક્ષા ચાલકના રીક્ષા પર રામધ્વજ લગાડવાનો કાર્યક્રમ યોજાશે.
અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારત ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે યોજાનાર છે. આ અવસરે તા ૨૦/૦૧/૨૦૨૪ ને શનિવારના રોજ વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા વિસ્તારના પ્રજાજનો માટે ૧૪×૧૭ ફૂટના ભવ્ય રામમંદિરની પ્રતિકૃતિ સાથેની રામ રથ યાત્રા નું આયોજન કરેલ છે.
રામ રથયાત્રા નીચે મુજબના રૂટ પર ભ્રમણ કરશે
રામ રથયાત્રાનું પ્રસ્થાન જોધપુર ગામ રામજી મંદિરથી બિલેશ્વર મહાદેવ રોડ – – ધનંજય ટાવર – કનક કલા સીમા હોલ – હરણ ચાર રસ્તા – આનંદનગર – પાંચા તળાવ – ગ્રીન એકર્સ – નિરાલી વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ – બુટ ભવાની મંદિર – જલ તરંગ જીવરાજ પાર્ક ચારરસ્તા મલાવ તળાવ અંબે માતા મંદિર ખાતે સમાપન થશે.