રાહતદરે ફાળવેલ પ્લોટ પર બાંધકામ માટેની સમય મર્યાદા વધારો: ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત

Spread the love

ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગાંધીનગર શહેરમાં રાહતદરે ફાળવાયેલા પ્લોટોની શરતભંગની કાર્યવાહી માટેની સમયમર્યાદા વધારવા માટે રજૂઆત કરાઈ છે. સરકારી કર્મચારી સહિત સંસદ સભ્યો અને ધારાસભ્યોને રાહતદરે ફાળવેલ પ્લોટ પર નિયત સમયમર્યાદામાં બાંધકામ નહી થવાથી શરતભંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઈને ધારાસભ્ય દ્વારા સમય મર્યાદા વધારી આપવા માંગ સાથે રજૂઆત કરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતે વિવિધ સંસ્થાઓ, અસરગ્રસ્ત ખેડૂતો, સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સંસદ સભ્યો અને ધારાસભ્યોને રાહતદરે ફાળવેલ પ્લોટ પર નિયત સમયમર્યાદામાં બાંધકામ નહી થવાથી શરતભંગની કાર્યવાહી કરવામાં આવે છે. શરતભંગ પેટે નિયત દંડ ભરી બાંધકામ પૂર્ણ કરવાનું હોય છે. અગાઉ વર્ષ 1988 થી 2007 સુધી ફાળવેલ પ્લોટમાં જેમાં શરતભંગ થઈ હોય તેમને 31 માર્ચ 2008 સુધીની મુદત લંબાવી આપવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ વર્ષ 2008 થી અત્યાર સુધી 15 વર્ષના સમયગાળામાં શરતભંગની મુદત વધારવાનો પરિપત્ર ન થવાથી મકાન બાંધકામ ભોગવટાના પ્રમાણપત્રના કેસો ઘણા સમયથી અટકી પડ્યા છે. ઉપરાંત, નામદાર હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના સ્ટેના કારણે કલેકટર કચેરીમાં છેલ્લા 10 વર્ષથી શરતભંગની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેથી ઉપરોક્ત સંજોગો જોતા પ્લોટધારકોના હિતમાં શરતભંગ અંગેની સમયમર્યાદા વધારવાની તાતી જરૂરિયાત હોઈ ધારાસભ્ય રીટાબેન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com