વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે સાહિત્ય સંવાદ રચાયો જેમાં વિષય રૂપે “યુગદૃષ્ટા શ્રી રામ” કેન્દ્ર સ્થાને રહ્યો : શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે “સાહિત્ય સંવાદ : યુગદૃષ્ટા શ્રી રામ” યોજાયો : ભગવાન શ્રી રામનું આદર્શ જીવન જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે : હેમાંગ રાવલ
અમદાવાદ
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે સાહિત્ય સંવાદ રચાયો જેમાં વિષય રૂપે “યુગદૃષ્ટા શ્રી રામ” કેન્દ્ર સ્થાને રહ્યો. ભગવાન શ્રી રામના લોકજીવનના સામાજિક, રાજકીય તેમજ પ્રબંધકીય પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમના પ્રાયોજક રૂપે પ્રતિષ્ઠિત સંસ્થા કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન હતાં.
યુગ દૃષ્ટા શ્રી રામ વિશે પ્રખ્યાત કથાકાર ડૉ. રાજેશ દવેએ પ્રવચન આપ્યું હતું અને ભગવાન રામના જીવન આદર્શોમાંથી જીવન જીવવાની શીખ આપી હતી. કાર્યક્રમ દરમ્યાન હેમાંગભાઈ રાવલ દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે સકલ બ્રહ્માંડના પાલનકર્તા ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત વિષ્ણુ સહસ્ત્ર સ્ત્રોત પાઠના વિડીયોનું અનાવરણ કરવામાં આવ્યું. તે વિડીયોમાં જણાવવામાં આવ્યું કે, “અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ, મસ્તક, સાથળ અને બાહુવાળા પરમાત્મા તમને નમસ્કાર હો. હજારો નામ વાળા અને હજાર કોટિ યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મપુરૂષને નમસ્તે હો. જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો. હે કેશવ, હે વાસુદેવ આપને નમસ્કાર હો. જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે ને મોક્ષને પામે છે. આવું ચક્રધારી ભગવાનનું વચન છે.” વિડીયો કોપીરાઈટ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, આ વિડીયો વિષ્ણુ અવતાર ભગવાન રામને સમર્પિત હોવાથી કોપીરાઈટ ફ્રી છે. કોઈ પણ વ્યક્તિ અને સંસ્થા નિઃસંકોચ તેનો ઉપયોગ કરી શકે છે. આ પ્રસંગે બ્રહ્મસમાજ અગ્રણી શ્રી જગત શુક્લા, શ્રી કનુભાઈ રાવલ, શ્રી શૈલેષ શુક્લ, શ્રી ડોલીબેન દવે, શ્રી રાજુભાઇ વ્યાસ,શ્રી સૌમિલ રાવલ, શ્રી કંદર્પ ભટ્ટ, શ્રી મુકેશ રાવલ, શ્રી સૌરીન ઠાકર, શ્રી અમિત ત્રિવેદી, શ્રી ભીખુભાઇ દવે, શ્રી ભાવિન ભટ્ટ, શ્રી ઇલેશ રાવલ, શ્રી હિરેન શુક્લ જાણીતા શિક્ષણવિદ શ્રી વિજય મારુ, શ્રી ઝંકૃત આચાર્ય , ગુજરાતી સાહિત્ય પરિષદના મધ્યસ્થ સમિતિ સદસ્ય અને જાણીતા સાહિત્યકાર શ્રી ચેતન શુક્લ, શ્રી દિનકર જાની, કુ. હાર્દિ ભટ્ટ સહિત કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશનના ટીમ મેમ્બર અને બ્રહ્મસમાજ તથા સર્વ સમાજના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડૉ. કોમલ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું હતું.