લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપ કોંગ્રેસનું બળ તોડવા માંગે છે,ગુલાબસિંહ ચૌહાણ આવતી કાલે રાજીનામું આપશે

Spread the love

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને ફરી મોટો ફટકા પડી રહ્યા છે, ત્યાં ફરી ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગે તેવી અટકળો વહેતી થઈ છે. મળતા અહેવાલ પ્રમાણે વધુ એક ધારાસભ્ય આવતીકાલે રાજીનામું આપે તેવી અટકળો વહેતી થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુલાબસિંહ ચૌહાણ આવતી કાલે રાજીનામું આપશે.

મહત્વનું છે કે, સાબરકાંઠા, આણંદ, અરવલ્લીના કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. જેમાં સાબર ડેરીના ડિરેક્ટર અને સાબરકાંઠા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ, અરવલ્લીના પૂર્વ ધારાસભ્યના પુત્ર અને પુત્રવધુ જતીન પંડ્યા અને રૂપલ પંડ્યાનો સમાવેશ થાય છે. આ આગેવાનોની સાથે સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. રામ મંદિર મુદ્દે કોંગ્રેસના સ્ટેન્ડ અને સંગઠનના આંતરિક વિખવાદોના કારણે જૂના નેતાઓ હવે પક્ષનો સાથે છોડી રહ્યા છે. આ તમામ લોકોએ આજે ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે. હજું આટલું ઓછું હતું ત્યાં આવતી કાલે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપશે.

ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથપાથલ જોવા મળી રહી છે. ભાજપનું ગુજરાતમાં ઓપરેશન લોટ્સ ચાલુ છે જે હેઠળ કોંગ્રેસ અને આપના નેતાઓને ભાજપમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. અગાઉ કોંગ્રેસના દિગ્ગજ કહી શકાય એવા વિજાપુરનાં ધારાસભ્ય સી. જે. ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. જોકે, હજી પણ પક્ષપલટાના લિસ્ટમાં બીજા નામ પણ હોવાનું કહેવાય છે.

ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસ તેમજ આપમાંથી ધારાસભ્યો તેમજ નેતાઓને ખેરવવાનો ટાસ્ક આપ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપ કોંગ્રેસનું બળ તોડવા માંગે છે. ત્યારે ફરી એકવાર ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસમાં કાણું પાડવાનું કામ સોંપ્યું છે. આ માટે ભાજપે પોતાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિત છ નેતાઓને ટાસ્ક આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com