રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ક્રિકેટના સટ્ટાના મોટા રેકેટ પર ઉપર જબરી રેડ પડાઈ છે. ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ બીટી ગોહિલ અને ટીમે મોટો દરોડો પાડ્યો છે આ દરોડાથી સટ્ટાખોરોમાં સન્નાટો ફેલાયો છે. અલગ અલગ ત્રણ સ્થળે દરોડો પાડીને ત્રણ બુકીઓની ધરપકડ કરવામાં આવી છે જયારે મોટા માથાઓના નામ ખોલવામાં આવ્યા છે.
ક્રિકેટના સટ્ટા અંગે ત્રણ જગ્યાએ દરોડા પડ્યા છે જેમાં શહેરના એસ્ટ્રોન ચોક ,હનુમાન મઢી અને નવાગામ ખાતે ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકયું છે. આ દરોડામાં ત્રણ આઈડી સાથે ત્રણ શખ્સોની ધરપકડ થઇ છે અને કુલ રૂ. 11,65,000ની રોકડ રકમ હાથ લાગી છે આ ઉપરાંત ક્રિકેટ સટ્ટાના કરોડો રૂપિયાના યવહારો મળી આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ પી.આઇ. બી ટી ગોહિલ સહિતના સ્ટાફે કાર્યવાહી કરી અને અને આ દરોડામાં શહેરના અનેક નામચીન બુકીના નામ ખુલ્યા છે.
રાજકોટ ક્રાઇમ બ્રાંચે મંગળવારે એસ્ટ્રોન ચોક, હનુમાનમઢી અને નવાગામમાં દરોડા પાડી ત્રણ શખ્સને ઝડપી લઇ રૂ.11.65 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્રણેય શખ્સની પૂછપરછમાં અન્ય ત્રણ નામચીન બુકીના નામ ખૂલતા બુકીઓમાં સોપો પડી ગયો હતો. ઝડપાયેલા બુકીઓની પૂછપરછમાં 5થી 7 કરોડના વ્યવહાર ખુલ્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ એસ્ટ્રોન ચોકમાં ઓફિસ ધરાવતો સુકેતુ ભુતા પોતાની ઓફિસે હોવાની અને તે વિવિધ આઇડી પર ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાની ચોક્કસ માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ બી.ટી.ગોહિલ સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે સુકેતુને સકંજામાં લઇ પૂછપરછ કરતા હનુમાનમઢીમાં ઓફિસ ધરાવતા ભાવેશ ખખ્ખર અને નવાગામમાં નિશાંત હરેશ ચગની સંડોવણી ખૂલતા તે બંનેને પણ ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેય પાસેથી રોકડા રૂ.11.65 લાખ રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સુકેતુ ભુતા, ભાવેશ ખખ્ખર અને નિશાંત ચગ ચેરીબેટ નાઇન ડોટ કોમ તેમજ મેજિક એક્સચેન્જ ડોટ કોમ નામના માસ્ટર આઇડી પર સટ્ટો રમાડતા હતા. બંને માસ્ટર આઇડી પર 5 થી 7 કરોડનો સટ્ટો રમાયાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
પોલીસે સુકેતુ, ભાવેશ અને નિશાંત સામે અલગ અલગ ત્રણ ગુના નોંધ્યા હતા. ત્રણેય બુકીની પૂછપરછમાં મોટો ભાંડાફોડ થયો હતો. સુકેત ભુતા કુખ્યાત બુકી તેજશ રાજુ રાજદેવ, અમિત પોપટ ઉર્ફે મોન્ટુ ઉર્ફે દીપક ખમણ અને તેના મોટાભાઇ નિરવ પોપટ પાસેથી આઇડી મેળવી સટ્ટો રમાડતો હતો.
પી.આઈ બીટી ગોહિલ અને ટીમે શહેરમાં ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં એસ્ટ્રોન ચોક ,હનુમાન મઢી અને નવાગામ ખાતે ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકયું હતું. આ દરોડામાં પોલીસને કુલ 11,65,000 ની રોકડ રકમ હાથ લાગી હતી. ઉપરાંત ક્રિકેટ સટ્ટા અંગે લાખોના વ્યવહારો મળી આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે નિશાંત, ભાવેશ, સુકેતુ નામના બુકીની ધરપકડ કરી હતી. આ ત્રણેય બુકીઓ પાસેથી 2 માસ્ટર આઈડી મળી આવ્યા હતા. માસ્ટર આઈડીમાંથી આશરે 5 થી 7 કરોડ રોકડના વ્યવહાર ખુલ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે સુકેતુ, ભાવેશ અને નિશાંત સામે અલગ અલગ ત્રણ ગુના નોંધ્યા હતા. ત્રણેય બુકીની પૂછપરછમાં મોટો ભાંડાફોડ થયો હતો. સુકેત ભુતા કુખ્યાત બુકી તેજશ રાજુ રાજદેવ, અમિત પોપટ ઉર્ફે મોન્ટુ ઉર્ફે દીપક ખમણ અને તેના મોટાભાઇ નિરવ પોપટ પાસેથી આઇડી મેળવી સટ્ટો રમાડતો હતો. હવે આ ત્રણેય મોટા માથાઓ ભૂગર્ભમાં ઉતરી ગયાં હોય અથવા તો વિદેશ ભાગી ગયાં હોય તેવા પણ અહેવાલો સૂત્રો તરફથી મળી રહ્યા છે.