ઓલ ગુજરાત ઇન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન T-20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન AMC દ્વારા કરવામાં આવ્યું છે. દર વર્ષે જુદા-જુદા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને કમિશનર વચ્ચે મેચ યોજાતી હોય છે. ચાલુ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યજમાન છે ત્યારે 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અને ગુજરાત કોલેજના B ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર મ્યુ.કોર્પોરેશન T-20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.
મેયર પ્રતિભા જૈન સહિતના હોદ્દેદારોએ આ અંગે માહિતી
આપતા જણાવ્યું હતું કે, AMC દ્વારા ચાલુ વર્ષે ક્રિકેટ
ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 8 મ્યુનિસિપલ
કોર્પોરેશન કે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા,
ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર, જામનગરની મેયર તથા
કમિશનરની ટીમો ભાગ લેશે. કુલ 16 જેટલી ટીમો વચ્ચે
7-7 એમ કુલ 14 મેચો રમશે. 27મી જાન્યુઆરીએ
રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન
કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના કેપ્ટન
તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલ છે. પૂર્વ મેયર
કિરીટ પરમાર સહિતના 18 કોર્પોરેટરો આ ટીમોમાં ભાગ
લેશે.
આઠેય મહાનગરપાલિકાના મેયરો વચ્ચેની મેચો નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે જ્યારે કમિશનરોની ટીમની મેચો ગુજરાત કોલેજના એલિસબ્રિજ ‘B’ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે.
27મી જાન્યુઆરીના રોજ અમદાવાદ અને ગાંધીનગરના મેયરની ટીમ વચ્ચે સાંજે 6 વાગ્યે સૌપ્રથમ મેચ રમાશે.
• 28મી જાન્યુઆરીના રોજ ભાવનગર અને રાજકોટના મેયરની ટીમ વચ્ચે સાંજે 5 વાગ્યે બીજી મેચ રમાશે.
• 29મી જાન્યુઆરીના રોજ બે મેચ રહેશે. બપોરે 3.30 વાગ્યે જૂનાગઢ અને સુરતના મેયરની ટીમ વચ્ચે ત્રીજી મેચ રમાશે જ્યારે સાંજે 7 વાગ્યે જામનગર અને વડોદરાની ટીમ વચ્ચે બીજી મેચ રમાશે0
• આ 4 ટીમોમાંથી વિજેતા ટીમો વચ્ચે 30મી જાન્યુઆરીના રોજ સેમિફાઈનલ રમાશે અને તે બંને મેચમાં વિજેતા રહેલી ટીમો વચ્ચે 31મી જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગ્યે ફાઈનલ મેચ રમાશે.
ગુજરાત કોલેજ, એલિસબ્રિજ ‘B’ ગ્રાઉન્ડ
• 28મી જાન્યુઆરીના રોજ બે મેચ રમાશે, સવારે 9 વાગ્યે અમદાવાદ અને ગાંધીનગરના કમિશનરોની ટીમ વચ્ચે અને સવારે 12 વાગ્યે ભાવનગર અને રાજકોટની ટીમ વચ્ચે મેચ રમાશે.
• 29મી જાન્યુઆરીના રોજ પણ બે મેચ રમાશે, સવારે 9 વાગ્યે સુરત અને જૂનાગઢના કમિશનરોની ટીમ વચ્ચે અને સવારે 12 વાગ્યે જામનગર અને વડોદરાની ટીમ વચ્ચે મેચ રમાશે.
આ 4 ટીમોમાંથી વિજેતા ટીમો વચ્ચે 30મી જાન્યુઆરીના રોજ સેમિફાઈનલ રમાશે અને તે બંને મેચમાં વિજેતા રહેલી ટીમો વચ્ચે 31મી જાન્યુઆરીના રોજ બપોરે 3.30 વાગ્યે ફાઈનલ મેચ રમાશે.
ટુર્નામેન્ટમાં રમાનાર મેયર તથા કમિશનરની ટીમોની ફાઇનલ
મેચમાં ચેમ્પિયન, રનર્સ અપ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ
બેટસમેન, બેસ્ટ બોલર તેમજ દરેક મેચ પૂર્ણ થયાબાદ મેન
ઓફ ધ મેચ, જેવી ટ્રોફી તેમજ તમામ ટીમોના ખેલાડીઓને
પ્રમાણપત્ર, મેડલ તેમજ ગીફટ હેમ્પર આપવામાં આવશે.
નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ફાઈનલ મેચ પૂર્ણ
થયા બાદ ચેમ્પિયન ટ્રોફી, રનર્સઅપ ટ્રોફી તેમજ મેન ઓફ ધ
સિરીઝ, બેસ્ટ બેટસમેન, બેસ્ટ બોલરની ટ્રોફી આપવા સાથે
સમાપન સમારંભ યોજવામાં આવશે. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર
તમામ ટીમોને રહેવા, ભોજન માટે તેમજ અમદાવાદ દર્શન
માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.