ગાંધીનગરમાં ચાર પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલી, વાંચો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ…

Spread the love

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીએ જાહેર હિતમાં ચાર પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરી દેવાઈ છે. જે પૈકી પીઆઈ વી એસ ખેરને સેકટર – 21 પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે સચિવાલય સંકુલથી બદલી કરીને પીઆઈ રાકેશ ડામોરને સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નિમણૂંક આપવામાં આવી છે. બીજી તરફ ખાતાકીય પરીક્ષા પરીક્ષા પાસ કરીને એએસઆઈ માંથી પી.એસ.આઈ(મોડ – 3) તરીકે બઢતી મેળવનાર 14 સબ ઇન્સ્પેકટરને અલગ અલગ પોલીસ મથકમાં નિમણુંક આપવામાં આવી છે. એજ રીતે બે પીએસઆઇની પણ આંતરિક બદલી કરી દેવાઈ છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરીકે રવિ તેજા વાસમ સેટ્ટીએ 1 ઓગસ્ટ 2023 નાં રોજ ચાર્જ લેતાંની સાથે જ પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. પોતાની આગવી ઢબથી કામ લેવામાં માહેર એસપી રવિ તેજા વાસમ સેટ્ટીએ આવતાની સાથે બુલેટ લઈને શહેરની નગરચર્યા શરૂ કરી દેવાઈ હતી. જેનાં કારણે ફિલ્ડમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ફફડી ઉઠયા હતા. એમાંય એસપીએ ખુદ એક પોલીસ કર્મચારીને આર્થિક લેવડદેવડ દરમ્યાન ઝડપી પાડી આકરી કાર્યવાહી કરતાં ટ્રાફિક નિયમન કરાવતી પોલીસ પણ સીધી લીટીમાં કામ કરવાનું મુનાસિબ માની રહી છે.

એવામાં છેલ્લા ઘણા સમયથી પોલીસ બેડામાં આંતરિક બદલીનાં ભણકારા સંભળાઈ રહ્યા હતા. અને જાન્યુઆરીનાં પ્રથમ સપ્તાહમાં એસપીએ અલગ અલગ પોલીસ મથકના પીએસઆઇની બદલી કરી દઈ બધાને સચિવાલય સંકુલમાં મૂકી દેવાયા હતા. જો કે વાઈબ્રન્ટ સમિટને લઈને તેઓને છૂટા કરવામાં આવ્યા ન હતા. ત્યારે ગઈકાલે પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીએ બદલીનો ગંજીફો ચીપીને એક સાથે છ પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી કરી દેવામાં આવી છે.

જે મુજબ સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા પીઆઈ પી જે ચુડાસમાને માણસા પોલીસ મથકમાં બદલી કરી દેવાઈ છે. જ્યારે સચિવાલય સંકુલથી રાકેશ ડામોરને સાયબર ક્રાઇમ સેલ પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે ઈન્ચાર્જ પીઆઈ વી એસ ખેરને સેકટર – 21 પોલીસ મથકના પીઆઈ તરીકે નિમણૂક આપવામાં આવી છે. જ્યારે માણસા પોલીસ મથકના પીઆઈ સુમિત દેસાઇને સચિવાલય સંકુલમાં મૂકી દેવાયા છે.

એજ રીતે સચિવાલય સંકુલથી પીએસઆઇ વી બી રહેવરને

કલોલ તાલુકા તેમજ કે ડી હડીયાને પદર ખર્ચે માણસાથી

સચિવાલય સંકુલમાં બદલી કરી દેવાઈ છે. આમ પોલીસ

વડાએ ચાર પીઆઈ અને બે પીએસઆઇની આંતરિક

બદલી કરી છે. જ્યારે (મોડ – 3) ખાતાકીય પરીક્ષા પાસ

કરીને એએસઆઈમાંથી બઢતી મેળવનાર 14 પીએસઆઇને

જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં નિમણુંક કરાઈ

છે. આ બિન હથિયારી પીએસઆઇને ગુજરાત પોલીસ

મેન્યુઅલ મુજબ ત્રણ મહિનાથી રિફ્રેશર કોર્સની તાલીમ પણ

લેવાની થતી હોવાથી જેતે પોલીસ મથકમાં નિમણુંક વાળી

જગ્યાથી તાલીમ મેળવવાની રહેશે. ત્યારે આગામી નજીકના

દિવસોમાં પોલીસ બેડામાં આંતરિક બદલીનો હજી વધુ એક

ગંજીફો ચીપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com