કોબા સર્કલ નજીક અજાણ્યો વાહન ચાલક પૂરપાટ ઝડપે હંકારી વૃદ્ધને ટક્કર મારી નાસી જતાં વૃદ્ધનું મોત…

Spread the love

ગાંધીનગરનાં કોબા સર્કલ નજીક અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન પૂરપાટ ઝડપે અને ગફલતભરી હંકારી રોડ ક્રોસ કરતાં 55 વર્ષીય વૃદ્ધને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજતા ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના કોબા પાટીયા પાસે રહેતો ખોડાજી નાગજીજી ઠાકોર છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. જ્યારે તેના પિતા નાગજીજી ગેમરજી ઠાકોર પશુપાલનનો વ્યવસાય કરતા હતા. ગઈકાલે સાંજે ખોડાજી ઘરે હાજર હતો. એ દરમિયાન તેના પિતા ઘરનો સામાન લેવા માટે કોબા ગામમાં જવા માટે નિકળ્યા હતા. જેની થોડીક વારમાં જ રોડ ઉપર બુમાબુમ થતા ખોડાજી ત્યાં પહોંચી ગયો હતો. જોયેલ તો તેના પિતા ગાંધીનગર થી કોબા સર્કલ તરફ નો રોડ ક્રોસ કરતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારી નાગજીજીને ટક્કર મારી નાસી ગયો હતો. જેનાં કારણે ગંભીર ઈજાઓ થવાથી તેઓ લોહી લુહાણ હાલતમાં રોડ પર પડ્યા હતા.

આ અકસ્માતના પગલે રાહદારી વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા. અકસ્માત કરનાર અજાણ્યો વાહન ચાલક કોબા તરફ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં ઈજાગ્રસ્ત નાગજીજીને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com