અમદાવાદ
જ્ઞાનેન્દ્રસિંહ મલિક પો.કમિ. અમદાવાદ શહેર, સંયુકત પોલીસ કમિશ્નર, સેકટર-૨ બ્રજેશ ઝા, ના.પો.કમિ. ઝોન-૦૬ રવિ મોહન સૈનીની સૂચના આધારે જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એસીપી મિલાપ પટેલનાં માર્ગદર્શન હેઠળ ઝોન ૦૬ વિસ્તારના તમામ પો.સ્ટે. ખાતે મુદામાલ નિકાલની આ ડ્રાઇવ દરમિયાન કબ્જે કરેલ મુદામાલ તેઓના માલિકને સોંપવા માટે પણ કમર કસીને વટવા પો.સ્ટે.ના પટાંગણમાં “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” નું આયોજન અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં કરવામાં આવેલ હતું. જેમાં સંયુકત પોલીસ કમિશ્નર, સેકટર-૨ સા. ના.પો.કમિ. ઝોન-૦૬ સા., એ.સી.પી. “જે” તથા “કે” ડિવીઝન, તમામ પો.સ્ટે.ના પો.ઈન્સ., લાભાર્થીઓ અને કોર્પોરેટરો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર તથા ઉપસ્થિત પોલીસ અધિકારીઓ દ્વારા લાભાર્થીઓ પૈકી અમુક લાભાર્થીઓને તેઓનો ગયેલ માલ પરત સોંપવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં ઝોન ૦૬ વિસ્તારના પોલીસ સ્ટેશનો પૈકી (1) વટવા પો.સ્ટે. દ્વારા કુલ મુદામાલ કિ.રૂ. 17,43,400/-, (2) જીઆઈડીસી વટવા પો.સ્ટે. દ્વારા કુલ મુદામાલ કિ.રૂ. 46,95,100/-, (3) ઈસનપુર પો.સ્ટે. દ્વારા કુલ મુદામાલ કિ.રૂ. 25,66,999/-, (4) મણિનગર પો.સ્ટે. દ્વારા કુલ મુદામાલ કિ.રૂ. 32,35,000/-, (5) નારોલ પો.સ્ટે. દ્વારા કુલ મુદામાલ કિ.રૂ. 16,28,400/-, (6) દાણીલીમડા પો.સ્ટે. દ્વારા કુલ મુદામાલ કિ.રૂ. 10,04,440/-, (7) કાગડાપીઠ પો.સ્ટે. દ્વારા કુલ મુદામાલ કિ.રૂ. 25,20,150/- તથા (8) ડીસીપી ઝોન 06 ની કચેરીના ટેકનિકલ સેલ દ્વારા કુલ મુદામાલ કિ.રૂ. 4,57,579/-, મળી ઝોન 06 વિસ્તારના અરજદાર, ફરિયાદી, લાભાર્થીઓને મોબાઈલ, વાહનો, રોકડ રકમ, સોના ચાંદીના દાગીના તથા અન્ય કુલ કીમત રૂ. 1,79,11,068/- નો મુદામાલ છેલ્લા ત્રણ મહિનાની ખાસ ઝુંબેશ દરમિયાન સોંપવામાં આવેલ હતો. આ પૈકી આજરોજ આ કાર્યક્રમમા ઝોન 06 વિસ્તારના પોલીસ સ્ટેશનો પૈકી (1) વટવા પો.સ્ટે. દ્વારા મુદામાલ કિ.રૂ. 3,60,000/-, (2) જીઆઈડીસી વટવા પો.સ્ટે. દ્વારા મુદામાલ કિ.રૂ. 1,26,000/-, (3) ઈસનપુર પો.સ્ટે. દ્વારા મુદામાલ કિ.રૂ. 1,48,000/-, (4) મણિનગર પો.સ્ટે. દ્વારા મુદામાલ કિ.રૂ. 3,16,000/-, (5) નારોલ પો.સ્ટે. દ્વારા મુદામાલ કિ.રૂ. 2,06,500/-, (6) દાણીલીમડા પો.સ્ટે. દ્વારા મુદામાલ કિ.રૂ. 73,700/-, (7) કાગડાપીઠ પો.સ્ટે. દ્વારા મુદામાલ કિ.રૂ. 3,50,000/- તથા (8) ડીસીપી ઝોન 06 ની કચેરીના ટેકનિકલ સેલ/એલસીબી દ્વારા કુલ મુદામાલ કિ.રૂ. 4,57,579/-, મળી ઝોન 06 વિસ્તારના અરજદાર, ફરિયાદી, લાભાર્થીઓને મોબાઈલ, વાહનો, રોકડ રકમ, સોના ચાંદીના દાગીના તથા અન્ય કુલ કીમત રૂ. 20,37,779/- નો મુદામાલ અલગ અલગ કાઉન્ટરો ઉપરથી સોંપવામાં આવેલ.