૭૫મા પ્રજાસત્તાક પર્વની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉત્સાહભેર ઉજવણી,૨૬મી જાન્યુઆરી એ સિવિલ હોસ્પિટલના ૨૬ આરોગ્યકર્મીઓનું બહુમાન કર્યું
સિવિલમાં આવનાર દરેક દર્દી ડૉક્ટરને ભગવાન સ્વરૂપે જુએ છે તેઓની અપેક્ષા પૂર્ણ કરવા માટે આપ સૌએ ઉત્સાહભેર કામ કરવું જોઈએ- ધનંજય દ્વિવેદી
૧૬ મી ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમાં આવેલ અમેરિકન તબીબોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઝાદી કા અમૃત કાળ નાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સિવિલ હોસ્પિટલના અસ્મિતા ભવન ખાતે આરોગ્ય વિભાગ ના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી દ્વારા રાષ્ટ્રદવજને લહેરાવી કરવામા આવી હતી.પ્રજાસત્તાક પર્વે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ૨૬ આરોગ્યકર્મીઓનું તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ બહુમાન કરવામાં આવ્યું હતુ. અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી દ્વારા સિવિલમાં આવનાર દરેક દર્દી તેના ડોક્ટરને ભગવાનના સ્વરૂપે જુએ છે અને એની અપેક્ષા પૂરી કરવા માટે સૌને કામ કરવાં તેમજ સિવિલ હોસ્પીટલ કેમ્પસ મા પ્રવેશતા તમામ દર્દી કે તેના સગા દ્વારા કોઇપણ પ્રકારનું વર્તન કરવામા આવે તો પણ એ તકલીફ માં હોવાથી અજાણતા એવું વર્તન કરી રહ્યો છે તે સમજી હોસ્પીટલ નાં સ્ટાફ દ્વારા તેમનાં પ્રત્યે સંવેદના તેમજ સહાનુભૂતિ પૂર્વક વર્તવા તમામ ને આહવાન કર્યું હતું.જેથી દર્દી ને સારવારની સાથે સાથે એક પૂર્ણતાનો સંતોષ મળે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોષી દ્વારા તમામ હોસ્પિટલો વતી અગ્રસચિવ શ્રી ને આ બાબતે સંકલ્પ બદ્ધ થઈ આશ્વત કરવામાં આવ્યાં .
અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી ના હસ્તે સિવિલ હોસ્પિટલની તમામ માહિતીને સંકલિત કરતી “સિવિલની સ્વાસ્થ્ય સુધા” પુસ્તકની દ્વિતીય આવૃતિનુ અનાવરણ કરાયું હતુ.૧૬ મી ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમા આવેલ અમેરિકન તબીબોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું.સિવિલ હોસ્પિટલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી, યુ.એન. મહેતા ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશી, બી.જે.મેડિકલ ઇન્ચાર્જ ડિન ડૉ. ધર્મેશ શિલાજીયા, જી.સી.આર.આઇ. ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યા, કિડની ઇન્સ્ટીટ્યુટ ડાયરેક્ટર ડૉ. પ્રાંજલ મોદી, ડેન્ટલ હોસ્પીટલ ડીન ડૉ. ગીરીશ પરમાર, એમ એન્ડ જે આંખ ની હોસ્પીટલ નાં ડિરેક્ટર ડો.સ્વાતિ રવાણી તેમજ સ્પાઈન હોસ્પીટલ નાં ડાયરેક્ટ ડો.પિયુષ મિત્તલ સહિતના ઉચ્ચ તબીબો આ ઉજવણીમાં હાજર રહ્યા હતા.