ગજરાતમાં આજથી બે દિવસ ફિલ્મફેર એવોર્ડસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગિફ્ટ સિટી ખાતે પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડસનું આયોજન કરવાની તક રાજ્યને મળી છે. મહાત્મા મંદિરમાં મ્યુઝિક કોન્સર્ટ, ફેશન શો, ટેક્નિકલ એવોર્ડસનું આયોજન કરવામાં આવશે. આ પહેલા અમદાવાદમાં ડ્રાઈવ ઈન થિયેટર ખાતે ફિલ્મફેર એવોર્ડસ નું આયોજન થયું હતું.
પહેલી વખત યોજાનારી આ મેગા ઈવેન્ટ માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે. રિહર્સલ પણ શરૂ થઈ ગયા છે. 28 જાન્યુઆરીએ ગિફ્ટ સિટીમાં ભવ્ય કાર્યક્રમો પણ યોજાશે. બોલિવૂડ સ્ટાર્સ અત્યારે ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા છે. ફિલ્મ ઉદ્યોગના રોકાણ અને પ્રવાસનને વેગવંતુ બનાવવા ફિલ્મફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે પહેલા દિવસે 69માં કર્ટેઈન રેઝર ફિલ્મફેર એવોર્ડસનું આયોજનઆ કાર્યક્રમમાં ફિલ્મ અભિનેતા વરૂણ ધવન, કરીના કપૂર, રણબીર કપૂર, સારા અલી ખાન, મનીષ પૌલ, કાર્તિક આર્યન પર્ફોમન્સ આપશે અને સેરેમની હોસ્ટ કરશે. બીજા દિવસે 28 જાન્યુઆરીના રોજ 69મા હુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડસનું આયોજન કરાયું છે. ઉપરાંત, ભારતીય સિનેમા ક્ષેત્રમાં યોગદાન આપનારા કલાકારોને સન્માનિત કરવામાં આવશે.
ફિલ્મફેર એવોર્ડસનું ગાંધીનગરમાં આયોજન કરાયું હોવાથી બપોરે 12 થી રાત્રે 12 સુધી રસ્તાઓ બંધ રહેશે. તેવું કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. ગાંધીનગરના PDPU થી આઈકોનિક બ્રિજ અને ગિફ્ટ સીટીનો રસ્તો જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે. અને શાહપુર બ્રિજથી ગિફ્ટ સીટીનો રસ્તો જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે.