એસીબીની ટીમે મુસાફરનો સ્વાંગ રચી દોઢસો રૂપિયાની લાંચ લેનાર ડ્રાઇવરને ઝડપી લીધો

Spread the love

ગાંધીનગર એસીબી પોલીસ દ્વારા દહેગામ એસ.ટી ડેપો ખાતે મોડાસાથી સોમનાથ જતી બસમાં ટ્રેપ ગોઠવી રાજકોટ સુધી પાર્સલ લઈ જવાની અવેજીમાં દોઢસો રૂપિયાની લાંચ લેનાર ડ્રાઇવરને આબાદ રીતે ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા વખત અગાઉ પણ એસીબીએ ચાલતી ટ્રેનમાં છટકું ગોઠવીને લાંચ લઈ વિના ટિકિટે મુસાફરોને મંજિલ સુધી પહોંચાડનાર TC ને રંગેહાથ હાથ ઝડપી લેવાયો હતો.

ગાંધીનગર એસીબી પોલીસ મથકના પીઆઈ ડી એસ ચૌધરી

સહીતની ટીમે આશરે 26 દિવસ અગાઉ વલસાડ વડનગર

એક્સપ્રેસ ટ્રેનમાં ટ્રેપ ગોઠવીને વિના ટિકિટે મુસાફરોને મંજિલ

સુધી પહોંચાડવાની અવેજીમાં લાંચ માંગતા વલસાડના

ચીફ ટિકિટ ઇન્સ્પેકટર (ટીસી) વિજય ચીમનભાઈ પટેલને

ગાંધીનગર રેલવે સ્ટેશનથી થોડેક દૂરથી 1500 રૂપિયાની

લેતાં રંગેહાથ ઝડપી લેવાયો હતો. ત્યારે હવે એસીબીએ

બસમાં પણ આજ પ્રકારે ટ્રેપ ગોઠવીને ડ્રાઇવરને 150

રૂપિયાની લાંચ લેતાં આબાદ રીતે ઝડપી લેવાયો છે.

ગાંધીનગર એસીબીનાં મદદનીશ નિયામક એ. કે. પરમારના સુપરવિઝન સમગ્ર લાંચના છટકાનું સફળ રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. એસીબીના પીઆઈ ચૌધરીને અગાઉથી માહિતી મળેલી કે, દહેગામ એસ.ટી ડેપો ખાતે આવતી જતી લાંબા રૂટની બસોમાં જેતે સ્થળે સામાન તથા પાર્સલ અન્ય ડેપો તથા વ્યક્તિઓ સુધી પહોચાડવાની અવેજીમાં લાંચ પેટે રૂપિયાની માંગણી કરવામાં આવતી રહે છે.

જે અન્વયે એસીબીની ટીમે મુસાફરનો સ્વાંગ રચી ડીકોયરને સાથે રાખી દહેગામ એસ.ટી ડેપો ખાતે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. એસીબીને અગાઉથી અંદાજો હતો કે, મોટાભાગે લાંબા રૂટની બસોમાં પાર્સલ કે સામાન પહોંચતો કરવા લાંચ લેવામાં આવતી હોય છે. એટલે મોડાસાથી સોમનાથ જતી બસ આવી પહોંચતા ડીકોયરને બસના ડ્રાઇવર પાસે મોકલવામાં આવ્યો હતો.

બાદમાં અગાઉથી નક્કી થયા મુજબ ડીકોયરે રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે પાર્સલ લઈ જવાની વાતચીત કરતાં ડ્રાઈવરે દોઢસો રૂપિયાની માંગણી કરી હતી. જે લાંચની રકમ સ્વીકારતા જ અગાઉથી મુસાફરોના સ્વાંગમાં રહેલી એસીબીની ટીમે ડ્રાઇવરને રંગેહાથ ઝડપી લીધો હતો. જેની પૂછતાંછમાં તેણે પોતાનું નામ કનુભાઇ મોગાભાઇ વણકર હોવાનું જણાવી પોતાની નોકરી મોડાસા એસ.ટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ની હોવાની કબૂલાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com