ભારતમાં શારીરિક દિવ્યાંગતાની T20ની પાંચ રોમાંચક મેચો રમાશે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 6ઠ્ઠી ફેબ્રુઆરીના રોજ ફાઇનલ મેચ રમાશે

Spread the love

ટુર્નામેન્ટનું આયોજન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહ, ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી યોજવા જઈ રહી છે તેથી અમે સૌ તેમના આભારી છીએ : DCCI સેક્રેટરી જનરલ રવિકાન્ત ચૌહાણ

ગુજરાત કોલેજ, રેલ્વે ગ્રાઉન્ડ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમે જે રમવા માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશને સહકાર આપ્યો છે :ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલ

અમદાવાદ

ડિસેબિલિટી ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (DCCI)ના T20 કપની પ્રેસ કોન્ફરન્સ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા ખાતે યોજાઈ હતી .ડિફરન્સ્લી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (DCCI)ના સેક્રેટરી જનરલ રવિકાન્ત ચૌહાણે જણાવ્યું હતું કે, ‘ભારતમાં શારીરિક દિવ્યાંગતાની ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે આ એસોસિયેશન એક સીમાચિહ્નરૂપ વિકાસ બની રહેશે અને મને ખાતરી છે કે, આ સિરીઝ વધુ દિવ્યાંગ યુવા-યુવતીઓને ભવિષ્યમાં રમતગમતને આગળ ધપાવવા માટે પ્રેરણા પૂરી પાડશે.’આ સિરીઝ પેરા પ્લેયર્સને પ્લેટફોર્મ પૂરું પાડશે.આ ટુર્નામેન્ટનું આયોજન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહ, ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી યોજવા જઈ રહી છે તેથી અમે સૌ તેમના આભારી છીએ.ભારત Vs ઇંગ્લેન્ડ ડિફરન્ટ્લી એબલ્ડ T20I ટ્રોફી-2024ના ટાઇટલ સ્પોન્સર ફિનોલેક્સ પાઇપ્સ એન્ડ ફિટિંગ્સ તથા મુકુલ માધવ ફાઉન્ડેશનની ભાગીદારીથી યોજાઇ રહી છે.કારણ કે અમે ભારતીય અને અંગ્રેજી શારીરિક વિકલાંગ ક્રિકેટ ટીમો તરફથી પ્રતિભા અને ખેલદિલીના પ્રેરણાદાયી પ્રદર્શનના સાક્ષી બનવાની તૈયારી કરી રહ્યા છીએ.

ડીસીસીઆઇના નેજા હેઠળ બીસીસીઆઈની મુકુલ માધવ શારીરિક વિકલાંગતા T201 કપમાં ભારતીય અને અંગ્રેજી ટીમો વચ્ચે પાંચ રોમાંચક મેચો રમાશે, જેમાં આઇકોનિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 6ઠ્ઠી ફેબ્રુઆરી 2024ના રોજ ફાઇનલ મેચ રમાશે. આ ક્ષણથી અમે ઘણા ભાવુક છીએ કે અમને આ તક મળી છે. વીસ રૂપિયાના ટેનિસ બોલથી રમીને આજે અમે આ ક્ષણ પર પહોંચ્યા છીએ. આ ખેલાડીઓ અદભુત પ્રદર્શન કરશે તેવી મને આશા છે. ખેલાડીઓના ખેલ ની કમાણીથી એક દિવસ માટે નહિ પરંતુ જિંદગીભર માટે ઘર ચાલે તે અમારો હેતુ છે. શ્રેણીની શરૂઆત 28મી જાન્યુઆરીએ પ્રથમ મેચ સાથે થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બી-ગ્રાઉન્ડમાં રમાશે.આજે બંને ટીમો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બી ગ્રાઉન્ડ ખાતે સમર્પિત પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. જેમાં ઇંગ્લિશ ટીમ સવારના સત્ર અને ભારતીય ટીમે બપોરના સત્ર માટે પ્રેક્ટિસ કરી હતી.

વધુમાં ચૌહાણે જણાવ્યું હતું કે મુકુલ માધવ શારીરિક વિકલાંગતા T201 કપ ભારતીય રમતગમતમાં, ખાસ કરીને પર્સન્સ વિથ ડિસેબિલિટી (PWD) સમુદાય માટે સમાવિષ્ટતા અને સુલભતાને પ્રોત્સાહિત કરવા માટે એક મુખ્ય સાંકળનું પ્રતિનિધિત્વ કરે છે. શારીરિક વિકલાંગતા ધરાવતા ક્રિકેટરોની અસાધારણ પ્રતિભા દર્શાવીને, આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય એવા સમુદાયના અવાજને વિસ્તૃત કરવાનો છે કે જેનું રમતગમતના મેદાનમાં ઘણીવાર ઓછું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે. અમારો દ્રઢ વિશ્વાસ છે કે આ ટુર્નામેન્ટનું સફળ અમલીકરણ ભારતમાં વધુ સમાવિષ્ટ અને વૈવિધ્યસભર રમતગમતના લેન્ડસ્કેપને પ્રોત્સાહન આપતા વિકલાંગ વ્યક્તિઓ માટે રમતગમતની સુલભતામાં વધારો કરવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે. ઇંગ્લેન્ડના ઇંગ્લેન્ડ ફિઝિકલી ડિસેબલ્ડ ક્રિકેટ એસોસિયેશન (EPDCS England’s Physically Disabled Cricket Association (EPDCA) 28 જાન્યુઆરી, 2024થી 6 ફેબ્રુઆરી, 2024 દરમિયાન ઇંગ્લેન્ડની ટીમ ભારત પ્રવાસે આવી ગઈ છે .

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલે જણાવ્યું હતું કે શારીરિક વિકલાંગ ભારત અને ઇંગ્લેન્ડની ટીમનું હું સ્વાગત કરું છું. ડિઝીબીલિટી ક્રિકેટ ટીમને ટી 20 રમવાની જે તક આપી છે તેના માટે હું જય શાહનો આભારી છું. ગુજરાત કોલેજ, રેલ્વે ગ્રાઉન્ડ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમે જે રમવા માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશને સહકાર આપ્યો છે .ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી હું  ટીમને જીત માટે શુભેચ્છા પાઠવું છું

મુકુલ માધવ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી & CSR કમિટી, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરપર્સન રિતુ પ્રકાશ છાબ્રિયાએ જણાવ્યું હતું કે, ‘BCCIના સેક્રેટરી જય શાહનો આભાર માનવા માટે હું આ તકનો ઉપયોગ કરું છું કે જેમમે અમને આ નિર્ણાયક કારણ સાથે ભાગીદારી કરવાની તક આપી છે. ડિફરન્ટલી એબલ્ડ T20i ટ્રોફી-2024 માટે સ્પોન્સર્સ બનવું એના માટે અમે ઉત્સુક છીએ.’અને મેનેજિંગડિરેક્ટર અજિત વેંકટરામને જણાવ્યું હતું કે, ‘ડિફરન્ટલી એબલ્ડ T20i ટ્રોફી-2024 માટે MMF તથા DCCI સાથે ભાગીદારી કરવાનું અમને સન્માન મળ્યું છે, તે ઉત્તમ બાબત છે. અમે BCCI, EPDCAનો પણ અતૂટ સમર્થન બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે,આ પ્રવાસ પેરા-ક્રિકેટરો માટે તેમની અસામાન્ય પ્રતિભા દર્શાવવાનું અને લોકોને પ્રેરણા પૂરી પાડવાનું એક પ્લેટફોર્મ બની રહેશે.’

ભારતીય ટીમના કેપ્ટન અને હેડ કોચ રોહિત જલાનીએ જણાવ્યું હતું કે 2019 ની સાલ પછી ચાર વર્ષ બાદ આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે જે ઘણી રોમાંચક બનશે. ખેલાડીઓએ કોચિંગ પણ ઘણું સુંદર રીતે કર્યું છે. ટીમ કોમ્બિનેશન ઘણું સારું છે. ટીમના ખેલાડીઓ ભવિષ્યમાં હજુ પણ આગળ સારું પ્રદર્શન કરી શકે તેવી તૈયારીઓ કરી રહી છે શારીરિક વિકલાંગતા થી પણ ઉપર ખેલાડીઓમાં એક અનોખો આત્મવિશ્વાસ છે જે ક્રિકેટ મેચ રમીને પરિપૂર્ણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com