ગુજરાતમાં પ્રથમવાર ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ફિલ્મફેર એવોર્ડ 2024નું આયોજન : અમદાવાદ એરપોર્ટ પર બોલીવુડ હસ્તીઓનું આગમન

Spread the love

અમદાવાદ એરપોર્ટ પર વરુણ ધવન , કરિશ્મા કપૂર ,કરીના કપૂરનું આગમન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ થોડા સમય માટે હાજરી આપે તેવી શક્યતા

ફિલ્મ સ્ટાર વરુણ ધવન, કરિશ્મા કપૂર, કરીના કપૂર,રોહિત ધવન અને સંદીપ રેડી વાંગા એરપોર્ટથી હોટલથી ગિફ્ટ સિટી પહોંચશે

મુંબઈથી અમદાવાદ આવતા રણબીર કપૂરે સિક્યુરિટી ગાર્ડ સાથે પોઝ આપ્યો

અમદાવાદ

ફિલ્મ ફેર એવોર્ડ આ વખતે પહેલીવાર ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સીટી ખાતે યોજાયો છે. સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ થોડા સમય માટે હાજરી આપે તેવી શક્યતા છે.69મા ફિલ્મ ફેર એવોર્ડને લઈને ફિલ્મ સ્ટાર હવે અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર VVIP માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ કે ફિલ્મફેરમાં બોલિવૂડની હસ્તીઓની હાજરી જોવા મળશે.એરપોર્ટ પર 50 થી વધુ ચાર્ટર્ડ મૂવમેન્ટની શક્યતાઓ છે.ફિલ્મના દિગ્દર્શકો, હીરો અને હિરોઈન અને સંગીતકારો ગાંધીનગર પહોંચ્યા છે .

રણબીર કપૂરે મુંબઈથી ગુજરાત આવતા રણબીર કપૂરે સિક્યુરિટી ગાર્ડ સાથે પોઝ આપ્યો.એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સિક્યોરિટી ગાર્ડને બોલાવીને તેની સાથે પોઝ આપતો જોવા મળે છે.

અમદાવાદ એરપોર્ટ પર વરુણ ધવન અને કરિશ્મા કપૂર આગમન કરી ચૂક્યા છે.કરીના કપૂર,રોહિત ધવન અને સંદીપ રેડી વાંગા એરપોર્ટ થી હોટલ થઈ ગિફ્ટ સિટી પહોંચશે.સિલિબ્રિટી માટે વિશેષ પાયલોટિંગની વિશેષ વ્યવસ્થા કરાઇ છે. અમદાવાદનાં મલ્હારની પણ ગિફ્ટ સિટીમાં હાજરી .ફિલ્મફેર એવોર્ડ સમારોહ ગિફ્ટ સિટી ખાતે યોજાશે. જેમાં ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોનું સન્માન કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર અનેક હસ્તીઓનું આગમન થઈ રહ્યું છે.કરણ જોહર, આયુષ્માન ખુરાના, મનીષ પોલ હોસ્ટની ભૂમિકા ભજવશે.ટેકનિકલ પુરસ્કારો, ફેશન શો અને મ્યુઝિક કોન્સર્ટ દર્શાવવામાં આવશે.ડેવિડ ધવન, વરુણ ધવન, મનીષ પોલ, ઇશા ગુપ્તા, રાજકુમાર રાવ, કબીર, નરગીસ ફકરી, સોનલ ચૌહાણ, અનુમલિક, આનંદ એલ રાય, રમેશ તૌરાની, હર્ષવર્ધન કુલકર્ણી, ધર્મેશ દર્શન, સંજીદા શેખ, એલનાજ સોહાઈલ હાજરી આપશે. તેમજ ઉર્વશી રૌતેલા, નીતિન શર્મા, સ્વનંદ કિરકીરે, કરિશ્મા કપૂર, સૈફઅલી, સંદીપ રેડી વાંગા, પીવી સિંધુ અને શિખર ધવન પણ આવી ગયા છે.27 જાન્યુઆરીની સાંજે, કરણ જોહર, આયુષ્માન ખુરાના, મનીષ પોલ અને જાન્હવી કપૂર જેવા સ્ટાર્સની ભાગીદારી સાથે, મહાત્મા મંદિર ખાતે એક ફેશન શો અને સંગીત કોન્સર્ટ શરૂ થયો હતો.ગુજરાતમાં ફિલ્મ ટુરિઝમ અને મૂડીરોકાણને વેગ આપવાના પહેલના ધ્યેયમાં યોગદાન આપતા આ કાર્યક્રમ માટે વિવિધ સ્ટાર્સ ગાંધીનગર આવવાનું શરૂ કરી દીધું છે.એવોર્ડ શો અને બોલીવુડ સેલેબ્સની ભારે હાજરીને કારણે જિલ્લા કલેક્ટરે બપોરથી મધરાત સુધી માર્ગ બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે.ગાંધીનગર કલેક્ટર દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, ગાંધીનગરના PDEU થી આઇકોનિક બ્રિજ અને ગિફ્ટ સિટી સુધીનો રસ્તો શાહપુર બ્રિજથી ગિફ્ટ સિટી સુધીનો રસ્તો બંધ કરવાની સાથે લોકો માટે બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com