GSRTC ની ભરતીને લઈ ઉમેદવારોને પરીક્ષામાં નહીં બેસવાને લઈને વિવાદ સર્જાયો છે. ગાંધીનગર શહેરમા આવેલ સેક્ટર 15ની કોલેજમાં આ વિવાદ સર્જાયો હતો. ઉમેદવારોને કોલેજમાં પરીક્ષા આપવા માટે બેસવા નહીં દેતા હોબાળો સર્જાયો હતો. પરીક્ષાના કોલ લેટર આપવા સમયે કોઈ ફી અંગે દર્શાવ્યુ નહોતું. હવે જ્યારે ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા ત્યાં પરીક્ષાના દીવસે જ ફી ઉઘરાવતા હોબાળો સર્જાયો હતો. ઉમેદવારોએ પરીક્ષા આપવાને લઈ માંગણી કરીને વિરોધ કર્યો હતો. તેઓએ આ અંગે અધિકારીઓને પણ રજૂઆત કરી હતી. જોકે ઉમેદવારોને પરીક્ષા આપવા નહીં દેવાને લઈ વિવાદ વકર્યો હતો.