કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પાપ્ત વિગતો મુજબ કચ્છની ધરા ધરતીકંપથી ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7ની નોંધાઈ છે. આ ભૂકંપમાં 4.45 અનુભવાયો હોવાની પણ માહિતી છે. જે ભૂકંપનો કેન્દ્રબિંદુ ભારત અને પાકિસ્તાનની બોર્ડર તરફ નોંધાયો છે.જેની અસર કચ્છમાં પણ થઈ છે, ભચાઉમાં સૌથી વધુ ભૂકંપનો આચંકો અનુભવાયો છે.
ભૂકંપના પગલે કચ્છના ભચાઉ, નેર બંધડી, કડોલ સહિતના ગામોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ભૂકંપની તીવ્રતા એટલી હતી કે, છતના નળિયા હલ્યા, વાસણો પડી ગયા અને લોકો ગભરાઇને ઘર અને ઓફિસની બહાર દોડી નીકળ્યા હતા.