સ્ટૂડેન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) સંગઠન દેશની સુરક્ષા માટે ખતરનાક: કેન્દ્ર સરકાર

Spread the love

કેન્દ્ર સરકારે સ્ટૂડેન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) પરનો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આ સંગઠન દેશમાં શાંતિ, સૌહાર્દ અને કાયદા વ્યવસ્થા માટે જોખમરૂપ છે.

ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું કે આતંકવાદ સામે જીરો ટોલરન્સના PM મોદીના વિઝનને ધ્યાનમાં રાખી SIMI પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે.

UAPA અંતર્ગત આ ગેરકાયદેસર સંગઠન છે. આ સંગઠન અનેક આતંકવાદી તથા દેશના અખંડિતતા તથા શાંતિપૂર્ણ મહાલોને અવરોધિત કરતી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હતું. આ સંગઠન દેશની સુરક્ષા અને એકતા માટે જોખમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે SIMIને પ્રથમ વખત વર્ષ 2001માં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. કેન્દ્રીય. ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી SIMI સરકાર અને પોલીસ માટે મુસીબતનું કારણ બની ગયેલ છે. ખાસ કરીને વર્ષ 2005માં જ્યારે આ સંગઠન બે ભાગમાં વિભાજીત થયું હતું,જેમાંથી એક ભાગ કટ્ટરવાદી માર્ગ પર છે.

સફદર નાગોરી આ સંગઠનને આતંકવાદના માર્ગે લઈ ગયેલ.આ સંગઠનના નેતા રહેલા રિઝાય ભટકલ તથા ઈકબાલ ભટકલે પાકિસ્તાન જઈને ઈન્ડિયન મુઝાહિદ્દીન બનાવેલ. આ આતંકવાદી સંગઠન લશ્કર એ તોઈબા સાથે કામ કરતું હતું તથા ભારતમાં હુલમા માટે પ્રયત્નશીલ રહ્યું છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે મુસ્લિમો પર કથિત અત્યાચારોનો બદલો લેવા માટે SIMIના નેતા બેઠકો યોજી રહ્યા હતા. તેના નેતા અબ્દુલ સુભાન કુરૈશી ઉર્ફે તૌકીરે પટનામાં વર્ષ 2013માં નરેન્દ્ર મોદીની રેલીમાં હુમલો કરાવ્યો હતો. આ ઉપરાંત અનેક વખત ટ્રેનો અને બસોમાં પણ બોમ્બ વિસ્ફોટ કરાવેલા.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ને પ્રતિબંધિત કરવામાં આવેલ. બન્ને સંગઠનો એક બીજા સાથે સંકળાયેલ હતા.હવે પ્રતિબંધની અવધિ લંબાવવામાં આવી છે, જે અંગે આંધ્રપ્રદેશ, ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, એમપી, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, અને ઉત્તર પ્રદેશ દ્વારા SIMI પરનો પ્રતિબંધ લંબાવવા માટે ભલામણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com