ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતી પ્રેમિકાએ લીવ ઈન રિલેશનશીપનો અંત લાવી ઉજળી કારકિર્દીનાં ઘડતર માટે બોજારૂપ બની ગયેલા પ્રેમ સંબંધોનો અંત લાવી દેવામાં આવ્યો હોવાનો રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગઈકાલે રાતના ઘ – 4 સેન્ટ્રલ વીસ્ટા ગાર્ડનમાં ભેગા થયેલા પ્રેમી પંખીડાએ ખર્ચનો હિસાબ પણ કરી નાખવામાં આવ્યો છે.
સામાન્ય રીતે પ્રેમ સંબંધના પ્રારંભિક તબક્કામાં મુખ્યત્વે રોમૅન્ટિક પાર્ટનરની સંભાળ લેવાની તથા તેને પ્રચુર માત્રામાં સ્નેહ આપવાની સાહજિક ક્રિયા છે. જો કે ઘણીવાર રોમૅન્ટિક અને સારા હેતુ સાથેનું આ વર્તન મનોવૈજ્ઞાનિક દુર્વ્યવહારના ચક્રનો એક હિસ્સો બની જતો હોય છે. અને બંને પાર્ટનરમાંથી કોઈ એકને વધુ પડતી સાર સંભાળ બોજારૂપ બની જાય છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરનાં ઘ – 4 સેન્ટ્રલ વીસ્ટા ગાર્ડનથી પ્રકાશમાં આવ્યો છે.
વાત જાણે એમ છે કે સૌરાષ્ટ્રના એક જિલ્લાની યુવતી ઉજળી કારકિર્દીનાં ઘડતર માટે ગાંધીનગરમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહી છે. એવામાં યુવતીની આંખો ગાંધીનગમાં જ રહેતાં યુવક સાથે મળી ગઈ હતી. ધીમે ધીમે બંને વચ્ચે મુલાકાતનો દોર વધતાં બંને ગળાડૂબ પ્રેમમાં પડ્યા હતા. ગાંધીનગરમાં રહેતો પ્રેમી પૈસે ટકે સુખી સપન્ન હોવાથી પ્રેમિકા અતૂટ વિશ્વાસ પણ કરવા માંડી હતી. જો કે કારકિર્દીના ઘડતર માટે વહેલા લગ્ન શક્ય નહીં હોવાથી બંનેએ સમજૂતીથી લીવ ઈન રિલેશનશીપમાં રહેવાનું શરૂ કર્યું હતું.
ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો એમ પ્રેમી વધુને વધુ
પ્રેમિકાની કાળજી લેવા લાગ્યો હતો. પ્રેમિકાને કોઈ વાતની
તકલીફ પડે નહીં એ માટે પ્રેમી દરેક નાની નાની બાબતનો
ખ્યાલ રાખવા માંડ્યો હતો. પરંતુ પ્રેમિકાને ધીમે ધીમે વધુ
પડતી હુંફ – કાળજી બોજારૂપ લાગવાં લાગી રહી હતી.
પરંતુ આ વાત તે પ્રેમીને ખુલીને કરી શકતી ન હતી. આ તરફ
પ્રેમીએ પ્રેમ સંબંધોની સઘળી હકીકત પોતાના ઘરે જાણ
કરી દીધી હતી. એટલે પ્રેમીનાં માં બાપે પણ બંનેના સંબંધોને
સ્વીકારી લીધો હતો. બસ પછી તો પ્રેમિકા વિના લગ્ને પણ
પ્રેમીનાં ઘરે આવતી જતી રહેતી હતી. જો કે એક વર્ષનાં
સંબંધો દરમ્યાન પ્રેમી વધુ પડતી પ્રેમિકાની કેર કરવા લાગ્યો
હતો. દરેક બાબતમાં પ્રેમીના સ્વભાવમાં અધિકારની ભાવના
આવી ગઈ હતી. અને કોઈ કોઈ વાર નાની નાની બાબતોમાં
હાથ પણ ઉઠાવવા લાગ્યો હતો. એક વખત પ્રેમીએ પોતાના
માં બાપની હાજરીમાં જ પ્રેમિકાને માર માર્યો હતો. એ વખતે
ભાવિ સાસુ સસરા એ ચૂપકીદી સાધી લેતાં પ્રેમિકાને ભાવિ
જીવનની ચિંતા થવા માંડી હતી. એટલે તેણે પ્રેમી સાથે
વાતચીત બંધ કરી દીધી હતી.
પરંતુ સમય જતાં બન્ને પાછા બોલવા લાગ્યા હતા. એટલે પ્રેમીએ પોતાનું એ.ટી.એમ કાર્ડ સહીતની ચીજો પ્રેમિકાને આપી હતી. પરંતુ પ્રેમીનાં વધુ પડતાં પઝેસિવ સ્વાભાવમાં કોઈ ફેર પડ્યો ન હતો. સ્થિતિ એવી આવી કે પ્રેમિકા મળવા કે વાત કરવા તૈયાર ન થાય તો પ્રેમી ઘરે જઈને મારઝૂડ કરતો હતો. ત્યારે ગઈકાલે રાતના પ્રેમિકા ઘ – 4 સેન્ટ્રલ વીસ્ટા ગાર્ડનમાં હતી. ત્યારે પ્રેમીએ મળવાની ઈચ્છા દર્શાવી ફોન કર્યો હતો. પરંતુ પ્રેમિકાએ મળવાની ના પાડતા પ્રેમીએ આવીને મારવાની ધમકીઓ આપી હતી.
આથી કારકિર્દીનાં ઘડતર માટે બોજારૂપ બની ગયેલા પ્રેમનો અંત લાવવા કોઈ ઉપાય નહીં મળતા આખરે પ્રેમિકાએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની મદદ માંગી હતી. જેથી કાઉન્સિલર રેન્જુ વસાવા ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા. પણ પ્રેમી આવ્યો ન હતો. એટલે ફોન કરીને તેને બોલાવી 181 અભયમની ટીમે બંનેની પ્રેમ કહાની સાંભળી હતી. જેમાં દોઢ લાખ યુવતી પાછળ યુવકે ખર્ચ કર્યો હોવાની વાત પણ સામે આવી હતી. બાદમાં યુવકે કાઉન્સિલિંગ દરમિયાન કહેલું કે, મારે સંબંધો હોવાની જાણ પ્રેમિકાની બહેનને પણ છે. કાલ ઉઠીને કશું થાય તો મારું નામ આવે એટલે હું એની વિશેષ કાળજી રાખું છું. આખરે યુવતીએ એટીએમ કાર્ડ સહિતનો સામના તેમજ દોઢ લાખ પરત કરી દેવાની તૈયારી દર્શાવી હતી. જેથી તેની બહેનને ગાંધીનગર આવી મધ્યસ્થી બની પૈસાનો હિસાબ કરી જવા કહેવાયું હતું. ત્યારે જઈને યુવકે પ્રેમ સંબંધોનો અંત લાવવાની તૈયારી દર્શાવતા પ્રેમિકાને રાહત થઈ હતી.