કરોડોના ખર્ચે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા) દ્વારા આવાસ યોજના અંતર્ગત આવાસોનું નિર્માણ કરેલ છે. રાહતદરે ફાળવવામાં આવતાં આ આવાસોનો લાભ લેવા માટે અરજદારો ફોર્મ ભરવા સમયે ભરવી પડતી રકમ ભરી દિધાં બાદ આવાસની ફાળવણી કર્યા પછી નિયત કરેલ રકમ ભરવામાં વર્ષો લગાવતાં હોવાના કારણે ગુડાએ રોકેલ કરોડો રૂપિયાનું આધણ અટવાઈ પડેલું જોવાં મળે છે. જેથી કરીને તંત્ર દ્વારા આ બાબતે પગલાં ભરવા માટે છેલ્લા કેટલાંક સમયથી નોટીસનો દૌર ચલાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ ગુડા દ્વારા રાયસણ ખાતે આવેલી ટીપી 19ના ફાઈનલ પ્લોટ નંબર 361 પર આવેલ LIG−2ની સ્કીમના 65 બાકીદારો સામે અંતિમ તબક્કાની નોટીસ ફટકારી છે.
અંદાજીત 2 સપ્તાહ જેટલો સમય રકમ ભરવા માટે
બાકીદારોને અપાયો છે. આ સમયગાળામાં લાભાર્થીઓ દ્વારા
આઆવાસની બાકી રહેતી રકમ ભરવામાં નહીં આવે તો તંત્ર
કડક પગલાં ભરવાના મૂડમાં જણાઈ રહ્યું છે. તાજેતરમાં
જ ગુડા દ્વારા વિવિધ સ્કીમના 34 બાકીદારોને અંતિમ
નોટીસ આપ્યાં બાદ પણ નિયત રકમ ન ભરવાના કિસ્સામાં
ફાળવણી જ રદ્ કરીને વેઈટિંગ લાગુ કર્યું હતું, ટીપી 19
ખાતે બનાવેલ આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા જો
બાકી રકમ નહનહીં ભરાય તો, આ સ્કીમ ખાતે વેઈટિંગ
લાગુ કરાય તો નવાઈ નહી.