ગુજરાત હાઈકોર્ટમાં અનેક પ્રકારની જાહેરહિતની અરજીઓ થતી રહે છે. ત્યારે કોર્ટમાં એક અરજદારે સતત સાત વર્ષ સુધી તેની અરજી પર કોઈ કાર્યવાહી આગળ વધારી નહોતી અને માત્ર મુદતો માંગી હતી. જેથી હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ તથા જસ્ટીસ અનિરૂૂદ્ધ માયેની ખંડપીઠે અરજદારને સાત લાખ રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજદારે તેની અરજી પર સાત વર્ષ સુધી કોઈ કાર્યવાહી નહોતી કરી અને માત્ર કોર્ટ પાસે મુદતો માંગે રાખી હતી.
જેથી હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ અનિરૂૂદ્ધ માયેની ખંડપીઠે યોજાયેલ સુનાવણીમાં અરજદારને સાત લાખ રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે અવલોકન કરતાં કહ્યું હતું કે, તમે પીઆઈએલ ફાઇલ કરી શકતા નથી જ્યારે તમે લોકો સાથે વ્યવહારિક ચર્ચા કરી શકો છો જો તેમાં સહમતી બને છે તો પિટિશન પાછી ખેંચી લો અને જો સહમતી બનતી નથી તો પીઆઈએલ ફાઇલ કરી શકો છો.
ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે અરજદારને કડક શબ્દોમાં કહ્યું હતું કે, આ જાહેર હિતની અરજીનો મામલો નથી. તમે ન્યાયિક સમયનો ઘણો બગાડ કર્યો છે. અમે શરૂૂઆતમાં 10 લાખ રૂૂપિયાનો દંડ ફટકારવાના હતાં પણ તમારી અરજી 2017માં દાખલ કરવામાં આવી હોવાથી તેને સાત વર્ષ થયાં છે. જેથી હવે દરેક વર્ષના એક લાખ એમ સાત વર્ષના સાત લાખ રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.