રાજ્યમાં સતત તોડબાજોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે મુખ્યમંત્રીએ કડક વલણ અપનાવ્યું છે. જેમાં મુખ્યમંત્રી દ્વારા તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે.જેની સાથે જ મુખ્યમંત્રીએ તોડબાજી કરનાર તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે.
છેલ્લા થોડાં સમયથી પોલીસ હોય કે શિક્ષણ વિભાગ હોય કે પછી મહેસુલ વિભાગ કોઈને કોઈ કારણો સાથે તોડબાજી ચાલી રહી છે. જેના માટે RTI એક્ટિવિસ્ટો દ્વારા અધિકારીઓ સાથે મિલીભગત કરીને તોડબાજી કરવામાં આવી રહી છે. આ મામલે હવે મુખ્યમંત્રીએ કડક વલણ અપનાવવા માટે મંત્રીઓને સૂચના આપી છે.
આ અંગે CM ભુપેન્દ્ર પટેલે તમાંમ મંત્રીઓને સુચના આપવામાં આવી છે. તોડબાજી કરતા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે. સરકારી અધિકારીઓની મિલીભગત સામે કાયદાકીય પગલા લેવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. મહેન્દ્ર પટેલની કાયદાકીય કાર્યવાહી અનુસરવા મુખ્યમંત્રીની સૂચના આપી છે.
તેમજ જો સરકારી અધિકારીઓની મિલીભગત હોય તો તેમની સામે પણ વિભાગીય અને કાયદાકીય પગલાં ભરવા સૂચના આપી છે. જેમાં પણ શિક્ષણ વિભાગ માં RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સામેની કાયદાકીય કારવાઈ અનુસરવા મુખ્યમંત્રીની સૂચના આપી છે.