ભારતીય માલધારીઓને જોઈ ચીની સૈનિકો સરહદ પરથી ઉભી પૂંછડીએ ભાગ્યા, વાંચો શું કામ ?…

Spread the love

લેહ-લદ્દાખના દુર્ગમ પર્વતીય વિસ્તારમાં ચીની સેનાના નાપાક ઈરાદાઓ ફરી એક વખત સામે આવ્યા છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિકોએ ભારતીય માલધારીઓએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. ચીન સેના પર નિઃશસ્ત્ર ભારતીય માલધારીઓએ હિંમત બતાવી અને સશસ્ત્ર ચીની સેનાના સૈનિકો સાથે લડ્યા હતા.જણાવી દઈએ કે, ભારતીય માલધારીઓએ ચીની સેનાના બખ્તરબંધ વાહનો પર પથ્થરમારો કર્યો હતો.

ચીની સેનાના સૈનિકો અને ભારતીય માલધારીઓએ વચ્ચેની અથડામણનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે ચીન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી હોય. આ પહેલા પણ ચીન દ્વારા લદ્દાખ ક્ષેત્રમાં આવા જ અનેક કાંડ કરવામાં આવી ચુક્યા છે.

મળતી માહિતી મુજબ, પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીની સૈનિકોની નાપાક ગતિવિધિઓ સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય માલધારીઓને ચીની સૈનિકોએ પશુઓને ગોચરમાં લઈ જતા અટકાવ્યા હતા. આ પછી ચીની સૈનિકો અને ભારતીય માલધારીઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. થોડી જ વારમાં બંને પક્ષો વચ્ચે ઝઘડો પણ શરૂ થઈ ગયો હતો.

જણાવી દઈએ કે ચીની સૈનિકો સશસ્ત્ર હતા, જ્યારે ભારતના સ્થાનિક માલધારીઓ નિઃશસ્ત્ર હતા. આમ છતાં, સ્થાનિક પશુપાલકોએ પીએલએના પગલાનો વિરોધ કરવાથી પીછેહઠ કરી ન હતી. ચુશુલ કાઉન્સેલર કોન્ચોક સ્ટેનજિને બંને પક્ષો વચ્ચેની અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં ચીની સૈનિકો માલધારીઓને રોકતા જોવા મળે છે અને માલધારીઓ તેમની સાથે દલીલ કરી રહ્યા છે. તે જગ્યાએથી પાછા ફરવાનો ઇનકાર કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીની સૈનિકો અને પૂર્વ લદ્દાખના સ્થાનિક માલધારીઓ વચ્ચે પ્રાણીઓને ગોચરમાં લઈ જવાને લઈને વિવાદનો આ વીડિયો જાન્યુઆરીના પહેલા અઠવાડિયાનો છે. ગ્રામીણોએ ચીની સૈનિકો સાથે ઘણી દલીલ કરી અને ચીની સૈનિકોના વાહન પર પથ્થરમારો પણ કર્યો હતો. વીડિયોમાં ચીની સૈનિકો સમગ્ર ઘટનાને રેકોર્ડ કરતા જોવા મળી રહ્યા છે. તેઓ પશુપાલકોને પણ પાછા જવા માટે કહી રહ્યા છે. વીડિયોમાં ચીની સૈનિકોના બખ્તરબંધ વાહનો પણ જોઈ શકાય છે.

લદ્દાખમાં LAC પર ચીની સૈનિકો અને સ્થાનિક માલધારીઓ વચ્ચેની અથડામણનો આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે થોડા અઠવાડિયા પહેલા જ આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ ત્યાંની સ્થિતિ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સ્થિતિ સ્થિર છે પરંતુ સંવેદનશીલ છે. જણાવી દઈએ કે, ઉચ્ચ પર્વતીય વિસ્તાર ડોકલામમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણની ઘટનાઓ પણ સામે આવી છે. આને લઈને ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ તંગ બની ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com